કમોડા પ્રાથમિક શાળામાં લોકફાળાની સરવાણી થઇ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-01-29 17:19:08
  • Views : 476
  • Modified Date : 2020-01-29 17:19:08

લાખણી તાલુકાના કમોડા પ્રાથમિક શાળામાં ૭૧માં પ્રજાસત્તાક દિનની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી શાળાઓના બાળકો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવેલા ત્યારબાદ શાળામાં દર વર્ષે વિવિધમાં કાર્યક્રમો જેવા કે પ્રવેશોત્સવ સ્વતંત્ર દિન પ્રજાસત્તાક દિન વાલી મીટિંગ ગુણોત્સવ વગેરેની ઉજવણી કરવામાં આવતી હોય છે.આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહી શાળાના વિવિધ વિકાસના કામો લોકફાળો આપે છે જેને લઇ શાળામાં પાણીની સુવિધા સીલીંગ ફેન અને અન્ય તમામ જરૂરિયાતો લોકફાળા થકી પૂરી કરવામાં આવેલ છે. લોકફાળાથી મળેલ રૂપિયા ૫૧ હજાર ના દાનથી શાળાનું સમગ્ર સંકુલ ૧૫ જેટલા સીસીટીવી કેમેરાથી સજ્જ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત પાણીની સુવિધા માટે ૨૫ હજાર અને શાળામાં ખૂટતી અન્ય સુવિધાઓ પૂર્ણ કરવા માટે ૨૮ હજારનો લોકફાળો એકત્રીત કરવામાં આવ્યો. શાળાના ઉત્સાહી એચ ટાટ આચાર્ય મુકેશભાઈ એમ મકવાણા અને તમામ શિક્ષકોની મહેનતના પરિણામે શાળાના વિકાસ માટે ગ્રામજનો તરફથી પૂરતો સહયોગ પ્રાપ્ત થાય રહ્યો છે. વર્ષ ૨૦૧૮ માં શિષ્યવૃત્તિની પરીક્ષા માં શાળાના બાળકો લાખણી તાલુકામાં પ્રથમ નંબરે પાસ થઈ રાજ્યની મેરીટ યાદીમાં પસંદ થયા છે. શાળાના આચાર્ય દ્વારા પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષા અને નવોદય પરીક્ષાની આ બાળકો તૈયારી કરવા માર્ગદર્શન આપે છે. પ્રજાસત્તાક દિનની ઉજવણી પ્રસંગે શાળાના આચાર્યએ વિકાસમાં હંમેશા તૈયાર રહેનાર અને શાળાના સર્વાંગી વિકાસ માટે લોકફાળો  આપનાર દાતાઓનો શાળા પરિવારનો ઉત્સાહ વધારવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો.

Download Our B K News Today App



Related News