શિહોરી પાસે ડમ્પર ચાલકે ચાર ઊંટને અડફેટે લેતા કમકમાટી ભર્યું મોત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-09-10 11:50:48
  • Views : 384
  • Modified Date : 2020-09-10 11:50:48

કાંકરેજ તાલુકાના શિહોરી પાસે સર્જાયેલા એક અકસ્માતમાં ચાર ઊંટનું કમકમાટી ભર્યું મોત નિપજ્યું છે. શિહોરી કંબોઈ રોડ પરથી ચાર ઊંટ પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન ઓવરલોડ રેતી ભરેલા ડમ્પર ચાલકે પસાર થઇ રહેલા ચારેય ઊંટને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. જેમાં ગંભીર રીતે ઘવાતા ચારેય ઊંટનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજયું હતું. ઓવરલોડ રેતી ભરી હોવાના કારણે ડમ્પર ચાલકે સ્ટેયરીંગ પરનો કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. બનાવને પગલે
આજુબાજુના લોકો પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. જ્યારે અકસ્માત બાદ ડમ્પર ચાલક ડમ્પર મૂકી ફરાર થઈ ગયો હતો. ચાર ઊંટના મોત થતાં જ તેના માલિકને મોટું નુકસાન વેઠવું પડયું છે. ઉલ્લેખનીય છે કે આ રોડ પરથી રોજબરોજ અસંખ્ય ડમ્પર ચાલકો ઓવરલોડ રેતી ભરીને પસાર થાય છે. જેના કારણે આવા નાના-મોટા અકસ્માતો સર્જાતા રહે છે. ત્યારે તંત્ર ગેરકાયદેસર ઓવરલોડ રેતી ભરીને બેફામ ચાલતા ડમ્પરો ચાલકો સામે કડક કાર્યવાહી કરે તેવી લોકોની માંગ છે.

Download Our B K News Today App



Related News