પાલનપુરથી અમદાવાદ નેશનલ હાઇવે પર સિક્સલેનની કામગીરીમાં ચાલતી લાલીયાવાડી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-18 11:39:44
  • Views : 2331
  • Modified Date : 2021-03-18 11:39:44

હાલમાં પાલનપુરથી અમદાવાદ સુધી નેશનલ હાઇવેની સિક્સલેનની કામગીરી ચાલુ છે જેમાં
પાલનપુરથી તેનીવાડા સુધી કામગીરી કરતા કોન્ટ્રાક્ટર ખટ્ટામીઠા ફિલ્મના ટીચકુલૈ જેવું જ કામ કરી રહ્યા છે અને નિયમોને નેવે મૂકી રાહદારીઓના જીવ જાેખમમાં મુકાય એવી રીતે કામગીરી કરે છે અને સરકારી બાબુઓને
પોતાના ખિસ્સામાં રાખતા હોવાનો રોફ જમાવે છે.  હાઈવેની ચાલતી કામગીરીમાં મન ફાવે તેમ ટૂંકા ટૂંકા ગાળામાં ડાયવર્ઝન આપી અકસ્માત થવાની સંભાવનાઓ સર્જાઇ રહી છે. તેમજ કોઈપણ પ્રકારના રીફલેકટર કે જરૂરી સૂચનાઓના બોર્ડ ન લગાવવાના કારણે છેલ્લા ઘણા મહિનાઓથી અકસ્માતોની વણઝાર થઈ રહી છે. આવા બે જવાબદાર અને નિયમોને નેવે મુકતા ટીચકુલૈ કોન્ટ્રાક્ટરનો અગાઉ ઘણી વાર મિડિયામાં અહેવાલ આવવા છંતા પણ તંત્ર અને આર એન્ડ બી વિભાગ કુભર્કણ નિન્દ્રામાં ઊંઘી હોય એવું સ્પષ્ટ લાગી રહ્યું છે. કોન્ટ્રાક્ટ દ્વારા રોડ પર માટીના કટ્ટા તેમજ વોસના લકડા ઊભા કરી લોકો તેમજ તંત્રની આંખમાં ધુળ નાખવાની કામગીરી કરી સરકારી સંપત્તિને મોટાપાયે નુકસાન કરી મસ્ત મોટી મલાઈ ખાવાની કામગીરી કોન્ટ્રાક્ટર દ્વારા કરાઈ રહી છે. આડેધડ કામગીરીને કારણે પણ હાઈવે
પર ટ્રાફિકની સમસ્યા લોકોના માથાનો દુખાવો બનવા પામી છે. હાઈવે રોડની કામગીરીમાં ઘણી બધી જગ્યાએ રોડ ઊચો નીચો હોવા છંતા ત્યાં કોઈપણ પ્રકારના રીફલેક્ટર ના મુકતા ઘણા લોકો અકસ્માતનો ભોગ બને છે નવીન રોડ તેમજ જુનો બંન્ને રોડ એકસાથે ચાલુ રખાતા અકસ્માત થવાની સંભાવનાઓ બહુ વધી ગઈ છે હવે તંત્ર કોઈ ભારે અકસ્માત થાય અને મોટી માત્રામાં જાનહાનિ થાય તેની રાહ જાેઈ બેઠી છે શું કોઈ મોટો અકસ્માત કે જાનહાનિ થશે ત્યારે જ તંત્ર જાગશે કે શું ? રણજીત બિલ્ટકોન કંપની પણ આવા ગમાર કોન્ટ્રાક્ટરો ને કામ આપી સરકારી સંપત્તિને મોટીમાત્રામાં નુકસાન કરી રહી હોય તેવું લોક ચર્ચાએ જાેર
પકડ્યું છે.

Download Our B K News Today App



Related News