ધાનેરામાં રેલ્વે પુલની ગોકળ ગતીએ ફરીથી કામગીરી હાથ ધરાઇ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-05-02 11:49:40
  • Views : 461
  • Modified Date : 2020-05-02 11:49:40

ધાનેરા રેલ્વે ટ્રેક ઉપર જુનો પુલ જર્જરીત થતા નવો પુલ બનાવવા માટે બે વર્ષ અગાઉ ૪૨ કરોડનું ટેન્ડરીંગ કરવામાં આવ્યુ હતુ અને તેનું કામકાજ કોન્ટ્રાકટરને આપી દેવામાં આવ્યુ હતુ અને કોન્ટ્રાકટરે દોઢ વર્ષ અગાઉ આ પુલ બનાવવાની કામગીરી શરૂ કરી હતી, પરંતુ આજદિવસ સુધી
પુરતા થાંભલાઓ પણ ભરાયા નથી. જે થાંભલા ભરવામાં પણ હલકી ગુણવત્તાવાળુ મટરીયલ વપરાતુ હોવાની રજૂઆતો ગ્રામજનો દ્વારા ચારેક મહીના
પહેલા કલેકટરને કરવામાં આવી હતી. તેમજ પુલનું કામ ગોકળ ગતીએ ચાલતુ હોવાથી લોકો મુશ્કેલીમાં મુકાયા હતા અને
ઉપરથી કોરોનાના લોકડાઉનમાં કામગીરી બંધ રાખવામાં આવી હતી. આ કામગીરી ફરીથી ગુરુવારે સાંજે શરૂ કરવામાં આવતા લોકોમાં પણ વિશ્વાસ આવ્યો હતો કે હવે તો જરૂર પુલ બનશે. આ અંગે ધાનેરાના ધારાસભ્ય નથાભાઇ પટેલ દ્વારા
પણ આ કામગીરી ઝડપી કરવા માટે અગાઉ અવારનવાર રજૂઆત કરવામાં આવી છે. તેમજ જે રસ્તાઓ ઉપર મોટા વાહનોને ડાયવર્ઝન આપવામાં આવેલ છે તે રસ્તાઓ પણ ટુટી જવા પામ્યા છે.

Download Our B K News Today App



Related News