મજુરીના ભાવ મામલે વિરોધ દર્શાવી ડીસા યાર્ડમાં ૪૦૦ મજુરોએ કામ બંધ કરતાં કામગીરી ઠપ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-03 11:44:18
  • Views : 396
  • Modified Date : 2020-07-03 11:44:18

સમગ્ર ઉત્તર ગુજરાતમાં બીજા નંબરની આવક ધરાવતા ડીસા માર્કેટ યાર્ડમાં ગુરુવારે મજુરોએ મજુરીના ભાવ વધારા મામલે વિરોધ દર્શાવ્યો હતો. અને ચારસો જેટલા મજુરો કામકાજથી અળગા રહી માર્કેટયાર્ડના સંચાલકને  આવેદનપત્ર આપી મજુરીના ભાવ વધારા માટે રજૂઆત કરી હતી.
ઉત્તર ગુજરાતમાં બીજા નંબરની આવક ધરાવતા ડીસા માર્કેટ યાર્ડમાં ગુરુવારે કામકાજ ઠપ થઇ ગયું હતું. કારણ કે છેલ્લા ઘણા સમયથી મજુરીના દરમાં ભાવ વધારો કરવા  રજૂઆત કરવા છતાં પણ માર્કેટયાર્ડ સંચાલકો અને
વેપારીઓ દ્વારા મજુરીના ભાવમાં વધારોના કરતાં  મજૂરોએ ગુરુવારે એક દિવસ કામકાજથી અળગા રહી વિરોધ દર્શાવ્યો હતો. ડીસામાં માર્કેટયાર્ડમાં કામ કરતા અંદાજે ૪૦૦ જેટલા મજુરોએ પોતાનું મજૂરી કામ બંધ રાખી માર્કેટયાર્ડ સંચાલકોને લેખિત રજૂઆત કરી હતી. છેલ્લા ત્રણ વર્ષથી મજુરીનો ભાવ એક જ નિર્ધારીત કર્યો હતો. જે ભાવનો કરાયેલો કરાર પૂરો થઈ જતા તેમાં વધારો કરવા માટે તમામ મજુર ભેગા થઈ રજૂઆત કરી હતી. અને જો તાત્કાલિક મજુરોની વાતને ધ્યાને લઇ મજુરીના ભાવમાં વધારો કરવામાં નહિ આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી. જોકે, મજુરીના દરને લઈને મજુરો આક્રમક મૂડમાં આવી ગયા છે.

Download Our B K News Today App



Related News