રાહથી જેતડા રોડની કામગીરી એક વર્ષથી બંધ થતા હાલાકી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-22 11:31:07
  • Views : 429
  • Modified Date : 2019-07-22 11:31:07

થરાદ તાલુકાના રાહ ગામેથી જેતડા રોડ પહોળો કરવાના કામનું ખાતમૂહુર્ત અંદાજિત પાંચ વર્ષ પહેલાં કરવામાં આવ્યું હતું. આ રોડ રૂ.૮,૮૭,૪૦,૦૦૦ના ખર્ચે બાંધવામાં આવશે. જેની કામગીરી બિલ્ડકોન  મહેસાણાની એક એજન્સીને સોંપવામાં આવી હતી. પરંતુ  છેલ્લાં એક વર્ષથી તો સંદતર કામગીરી બંધ કરી દેવામાં આવી છે. જેને લઈ જેતડા આસોદર તેમજ આજુબાજુના સાત ગામોના લોકો તેમજ વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડે છે. ચોમાસાની ઋતુ અને રોડની અધુરી કામગીરીને કારણે ઘણી વખત એસટી બસ પણ રેગ્યુલર આવતી નથી. તેમજ તાલુકા મથક તેમજ જિલ્લા મથક અને ઇમર્જન્સી દવાખાને જતા એકમાત્ર માર્ગની કામગીરી ખોરંભે ચડતા લોકોમાં આક્રોશની લાગણી જોવા મળી રહી છે. બાંધકામ વિભાગે આ કામની તટસ્થ તપાસ કરી જેમ બને તેમ જલ્દી આ રોડની કામગીરી પૂર્ણ કરાય તેવી લોક માગણી ઉઠી છે.

Download Our B K News Today App



Related News