પાલનપુરના કમાલપુર આ વિસ્તારમાં બે મહિના અગાઉ બનાવેલ રોડ વરસાદના પાણીમાં ધોવાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-07-26 13:08:09
  • Views : 281
  • Modified Date : 2022-07-26 13:08:09

 

પાલનપુરમાં પડેલા ભારે વરસાદના કારણે કમાલપુર વિસ્તારમાં બે મહિના અગાઉ બનાવેલ ડામર નો રોડ ધોવાઈ જતા સ્થાનિક લોકોમાં રોજ જોવા મળ્યો હતો.

 

બનાસકાંઠા જિલ્લામાં આજે વહેલી સવારથી જ મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે જિલ્લાના મોટાભાગના તાલુકાઓમાં આજે ભારે વરસાદના કારણે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાય છે ત્યારે બપોર બાદ પાલનપુરમાં પણ સારો વરસાદ શરૂ થયો હતો જેમાં અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા તો ક્યાંક વરસાદી પાણી ખેતરોમાં ભરાતા ખેડૂતોમાં પાક બગાડવાને લઈ ચિંતા જોવા મળી હતી પાલનપુરમાં શરૂઆતના દિવસોમાંથી જ પડેલા ભારે વરસાદના કારણે અનેક જગ્યાઓ પર રોડ તૂટવાના બનાવો સામે આવ્યા છે ત્યારે આજે પાલનપુરમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ ખાતા અનેક રસ્તાઓ વરસાદી પાણીમાં ધોવાયા હતા ત્યારે બે માસ અગાઉ કમાલપુર વિસ્તારમાં બનાવેલો ડામોર નો રોડ વરસાદી પાણીના કારણે તૂટી જવા પામ્યો હતો હલકી ગુણવત્તાવાળા રોડ બનતા વરસાદી પાણીમાં રોડ ધોવાયો હતો ભારે વરસાદના કારણે હાલ આ રોડ પર માત્ર કપચી ડામર પથ્થર દેખાવા લાગ્યા છે રાતોરાત પ્રશંસા મેળવવા માટે બનાવેલા આ રોડ વરસાદી પાણીમાં ધોવાઈ જતા તંત્રની પોલ ખુલી જવા પામી હતી જેના કારણે સ્થાનિક લોકોમાં પણ રોષ જોવા મળ્યો હતો

Download Our B K News Today App



Related News