થરાદના લુણાલ - લોરવાડા પુલ વચ્ચે નર્મદા નહેરમાંથી કમાલીના યુવકનો મૃતદેહ મળ્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-07-02 12:36:26
  • Views : 174
  • Modified Date : 2022-07-02 12:36:26

 


થરાદ તાલુકાના લુણાલ અને લોરવાડા ગામની સીમમાંથી પસાર થતી નર્મદાની મુખ્ય નહેરના કિનારેથી સવારના સુમારે કેનાલ ૫૨થી એક યુવકના બુટ, બાઇક અને આધારકાર્ડ મળી આવ્યાં હતાં . આથી તે નહેરમાં પડ્યો હોવાની આશંકાએ આજુબાજુમાંથી પસાર થતાં ખેડુત રાહદારીઓ દ્વારા થરાદ નગરપાલિકાને જાણ કરવામાં આવી હતી . આથી પાલિકાના ફાય૨ ઓફિસર વિરમ રાઠોડ , તરવૈયા સુલતાન મીર સાથેની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને કેનાલમાં ત્રણ કલાકની જહેમત ભરી શોધખોળ બાદ યુવકનો મૃતદેહ શોધી કાઢ્યો હતો . જે કમાલી ગામના રામદાસભાઈ સેનાભાઈ દલિત અપરણિત હોવાનું જાણવા મળ્યું હતું . યુવકના મોતને લઈને અનેક તર્કવિતર્કો ભરી ચર્ચાઓ ઉઠવા પામી હતી.

Download Our B K News Today App



Related News