ભાજપ કો ફાફા પડ ગયા, રાધનપુર, બાયડ કે સાથમેં થરાદ કો ભી ખોયા થરાદમાં કમળને બદલે ગુલાબ ખિલ્યું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-10-25 11:32:24
  • Views : 530
  • Modified Date : 2019-10-25 11:32:24


થરાદ વિધાનસભાની પેટા ચૂંટણીની મત ગણતરી ગુરૂવારે પાલનપુર ખાતે એન્જીનિયરિંગ કોલેજમાં યોજાઇ હતી. જ્યાં ભારે ઉત્તેજના ભર્યા માહોલ વચ્ચે બપોરે જાહેર થયેલા
પરિણામમાં ભાજપને આંચકો આપી કોંગ્રેસના ઉમેદવારે વિજય હાંસલ કર્યો હતો. જેમને સમર્થકોએ ફૂલહારથી વધાવી લીધા હતા. જ્યારે ભાજપ
પક્ષમાં ભારે નિરાશાનું મોજુ ફરી વળ્યું હતું.
થરાદ વિધાનસભાની બેઠક ઉપર વિજેતા થયેલા ભાજપના પરબતભાઇ પટેલ લોકસભાની ચૂંટણી જીતતા આ બેઠક ખાલી થવા પામી હતી. જેની
પેટાચૂંટણીમાં ભાજપે જીવરાજભાઇ પટેલ જ્યારે કોંગ્રેસે ગુલાબસિંહ રાજપૂતને ટિકીટ આપી હતી. જેના માટે ત્રણ દિવસ અગાઉ મતદાન થયું હતું. જે બાદ ગુરૂવારે
પાલનપુર- અમદાવાદ હાઇવે નજીક આવેલી જગાણા એન્જીનિયરિંગ કોલેજ ખાતે મત ગણતરી યોજવામાં આવી હતી. જિલ્લા કલેકટર સંદિપ સાંગલે, ચૂંટણી અધિકારી યોગેશ ઠક્કરના માર્ગદર્શન હેઠળ જિલ્લા પોલીસવડા તરૂણ દુગ્ગલ દ્વારા ગોઠવાયેલા ચૂસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ વહેલી સવારે આઠ વાગ્યાથી મત ગણતરી શરૂ કરવામાં આવી હતી. જ્યાં પ્રારંભમાં ભાજપના ઉમેદવાર આગળ ચાલતા હોઇ ભાજપના કાર્યકરો, સમર્થકોમાં ભારે ઉત્સાહ અને આનંદ જણાતો હતો. જોકે, ૧૫માં રાઉન્ડ બાદ ચિત્ર બદલાવા માંડ્યું હતું. કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત ભાજપની લીડ કાપીને આગળ નીકળ્યા હતા અને ૧૯માં રાઉન્ડના અંતે  મતે વિજેતા બન્યા હતા. તેઓ મતગણતરી કેન્દ્રની બહાર નીકળ્યા ત્યારે મોટી સંખ્યામાં ઉપસ્થિત કોંગ્રેસના કાર્યકરો, સમર્થકોએ તેમને ઉંચકી લીધા હતા. અને ફૂલહાર પહેરાવી ઉમળકાભેર વધાવી લીધા હતા બીજી તરફ ભાજપની છાવણીમાં ભારે નિરાશાનું મોજું ફરી વળ્યું હતું.

Download Our B K News Today App



Related News