હજારો લોકોને મનરેગા યોજના હેઠળ કામ અપાવવા મહેનત કરતો થલવાડાનો યુવાન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-02-27 11:42:15
  • Views : 318
  • Modified Date : 2021-02-27 11:42:15

વડગામ તાલુકાના થલવાડા ગામે રહેતા હસમુખ મોતીભાઈ રાઠોડ દ્વારા વડગામ પંથકના હજારો બેરોજગાર લોકો માટે મનરેગા યોજના હેઠળ કામગીરી અપાવવા સારું થઈ ગામડે ગામડે જઈ લોકોને આ બાબતે પુરતી માહિતી આપી તેમજ કામ કરવા ઉત્સુક લોકોની યાદી બનાવી આ લોકો દ્વારા કામગીરી કરવા માટે થઈ લેખિત અરજી કરાવી વડગામ
પંથકનાં હજારો બેરોજગાર લોકોના કામ કરવા માટે થઈ આ યુવાન ગામડે ગામડે જઇ ગ્રાઉન્ડ ઝીરો પર કામ કરી રહ્યો છે. જેને લઇ લોકો દ્વારા હસમુખ રાઠોડને સારો એવો પ્રતિસાદ પણ મળી રહ્યો છે. ઘણા ગરીબ
પરિવારોના આ રીતે મદદ કરી તેઓ પણ પોતાની જાત પર ધન્યતા અનુભવી રહ્યા છે મજૂરી કરી પોતાનું પેટીયું રળતા હજારો ગરીબ પરિવારોમાં હસમુખ રાઠોડ આ પ્રમાણેનું કામ કરી એક આગવું સ્થાન મેળવ્યું છે.
વડગામ ધારાસભ્યના માર્ગદર્શન અનુસાર હસમુખ રાઠોડ તેમજ ટીમ ગામડે ગામડે જઇ લોકોના પ્રાણ પ્રશ્નોને ઉજાગર કરી રહી છે તેમજ પ્રશ્નોનું નિરાકરણ કરવા પણ પ્રયત્નશિલ છે. અગાઉ
લોકડાઉન દરમિયાન ઘણા બધા લોકો આર્થિક સંક્રમણના ભોગ બન્યા હતા. આવા સમયે જ લોકોને કામ અપાવી ઘણા બધા લોકોનંુ આશાનું કિરણ બન્યા છે.

Download Our B K News Today App



Related News