થરાદના રાહ ગામે કાળુ પાણી નીકળતા કુતુહલ સર્જાયુ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-12-23 14:23:00
  • Views : 1015
  • Modified Date : 2019-12-23 14:23:00

થરાદ તાલુકાના રાહ ગામે બોરવેલમાંથી કાળા કલરનું પાણી નિકળતા લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતા. રાહ ગામે પીરાભાઈ છગનભાઈ પ્રજાપતિના બોરવેલનું રીપેર કામ કરી ફરી આ બોરવેલને ચાલુ કરતા તેમાંથી કાળા કલરનું પાણી નીકળતા અંચબો સર્જાયો હતો. આ પાણી સુકાય ત્યાં એકદમ કાળા કલરની જમીન પણ થઈ જતી. આ બાબતે ખેડૂતે જણાવ્યું હતું કે અમોએ આ બોરનું રીપેર કરાવ્યા બાદ આ પાણી કાળા કલરનું આવે છે. આ તેલ છે કે ઓઈલ તે ખબર નથી પણ આવુ પાણી આવતા હવે અમારે ખેતરમાં કઈ રીતે પાવવું. આ પાણીની લેબોરેટરી તંત્ર કરે તો જ હકીકત સામે આવી શકે.  આમ, આ ઘટનાને લઈ 

આજુબાજુના ગામોમાંથી પણ આ કાળા રંગના પાણીને જાવા લોકો ઉમટી પડયા હતા.


Download Our B K News Today App



Related News