અમદાવાદના જગન્નાથ મંદિરે પહોંચી રામલલ્લાની કળશયાત્રા.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-12-10 15:15:49
  • Views : 107
  • Modified Date : 2023-12-10 15:15:49

રામલલ્લાના જળાભિષેક માટે જે કળશયાત્રા નીકળી. હતી તે અમદાવાદના જગન્નાથ મંદિરે પહોંચી છે.આ રથમાં ભગવાન શ્રી રામ, માતા સીતા અને હનુમાનની પ્રતિમા પણ છે. આ ઉપરાંત તેમાં એક કળશ બનાવાયો છે.જેમાં દેશની 75 નદીઓ અને તીર્થસ્થળોનું જળ અયોધ્યા લઇ જવાશે.મહત્વનું છે કે 22 જાન્યુઆરી 2024ના રોજ અયોધ્યામાં ભગવાન શ્રી રામલલ્લાની ભવ્ય પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરાશે.આ પહેલા સમગ્ર ભારતમાં રથ દ્વારા યાત્રા કાઢવામાં આવી છે.જે રામલલ્લાના જળાભિષેક માટે દેશભરની 75 નદી અને તળાવોમાંથી જળ એકત્ર કરી રહી છે. આ યાત્રા રાજસ્થાનના બિકાનેરથી અમદાવાદના જગન્નાથ મંદિરે પહોંચી હતી.જ્યાંથી કળશયાત્રા અક્ષરધામ મંદિર,રાજકોટના રામકૃષ્ણ આશ્રમ, રાજકોટના સ્વામિનારાયણ મંદિર, દ્વારકાધીશ મંદિરમાં પહોંચ્યા બાદ વડોદરા પણ જશે.કળશયાત્રા ગુજરાતની પવિત્ર નદીઓના જળને એકત્ર કરીને આગળ પ્રયાણ કરવામાં આવશે.આ ભવ્ય કળશયાત્રા 26 હજાર કિલોમીટરનો પ્રવાસ કરીને 14 જાન્યુઆરીએ અયોધ્યા પહોંચશે.

Download Our B K News Today App



Related News