મંથન રાઠોડ ક્યાં છે કહીં હરીપર પાળના કલ્પેશ લોખીલને છરીના ઘા ઝીંક્યાં

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2025-02-08 18:41:39
  • Views : 38
  • Modified Date : 2025-02-08 18:41:39

ઈશ્વરીયા ગામે પરીમલ સંકુલ ભારતીય વિદ્યાલય ખાતે થાર ગાડીમાં આવેલા પાંચ શખ્સે હરીપર પાળના કલ્પેશ લોખીલને આડેધડ છરીના ચાર ઘા ઝીંક્યાં હતા. લોહી લુહાણ હાલતમાં કલ્પેશને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ. પડધરી પોલીસ મથકે ગુનો નોંધાયો છે.

સમગ્ર બનાવ અંગે કલ્પેશ નાગદાન લોખીલ (ઉં.વ.30, રહે. હરીપર પાળ ગામ)એ ફરિયાદમાં જણાવ્યું કે, હું પરીમલ સંકુલ ભારતીય વિદ્યાલય જે ઈશ્વરીયા ગામે આવેલ છે ત્યાં ઈકો કાર ભાડેથી રાખી તેમાં ડ્રાઇવીંગ કરી સ્કુલવાન તરીકે ચલાવાનો વ્યવસાય કરું છું. ગત તા.6/2 ના રોજ મારા કાયમી રૂટીન પ્રમાણે વિદ્યાર્થીઓને સ્કૂલ ખાતે સવારના 7/40 વાગ્યે ઉતારી. મારૂ બાઈક લઇને ઘરે જતો રહેલ. સાડા બારેક વાગ્યે પરત સ્કૂલે આવી ગયો હતો.

પોણા એક વાગ્યે એક કાળા કલરની મહીન્દ્રા થાર જેના નંબર જીજે -03- પીડી -888 હતા. તે સ્કૂલના દરવાજાની સામે આવીને ઉભી રહેલ. તેમાથી આશરે 20 વર્ષની આસપાસની ઉંમરના પાંચ યુવાન નિચે ઉતરી ત્યાં આંટા મારતા હતા.

એક વાગ્યે બાળકો છુટતા આ પાંચેય જણા મારી ઇકો પાર્ક કરેલ હોય ત્યાં સ્કુલના દરવાજાની બાજુમાં આવ્યા. ત્યાં બધા વાહનોમાં ચેક કરતા પુછતા હતા કે, મંથન રાઠોડ ક્યાં છે? મને પૂછેલ કે, વડવાજડીની ગાડી કઇ છે જે થી મેં કહેલ કે વડવાજડી ગામથી વિદ્યાર્થીઓને હું જ લાવુ છું. પણ મંથન રાઠોડ મારી ગાડીમાં આવતો નથી. જેથી મને કહેલ કે મંથનને કહી દેજો કે મંથનને ઘોદા મારીને મારી નાંખવો છે. તેઓ અપશબ્દો બોલતા હોવાથી મેં તેમને કહ્યું કે, વાહનોમાં સ્કૂલની દિકરીઓ તથા નાના બાળકો બેસેલ છે.

ગાળો બોલોમાં તમારે જે કોઇ પ્રશ્ન હોય તે બાબતે સ્કૂલમાં ઓફિસમાં જઈને વાત કરી લ્યો. તેઓ ઉશકેરાયા અને મને પણ અપશબ્દો કહેવા લાગ્યા. મને ઢીકા પાટુનો માર મારી, પાંચ પૈકી સફેદ કલરનો શર્ટ પહેરેલ યુવાને છરી કાઢી મને છાતીની નીચે, પેટ ઉપર, કમર પાછળ અને કમર નીચે એમાં છરીના ચાર ઘા માર્યા હતા. એક યુવાને બેલ્ટ કાઢી મને માર માર્યો હતો. દેકારો થતા અમારી ઇકોના અન્ય ડ્રાઇવર દોડી આવેલા. 

સ્કૂલના શિક્ષકો પણ બહાર આવ્યા હતા. તેઓ મને છોડાવીને સ્કૂલ દરવાજાની અંદર લઈ ગયા. પાંચેય આરોપી યુવાન પોતાની થારમાં જતા રહ્યા. મને વોકહાર્ટ બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. બનાવમાં ગંભીર ઈજા થતા વીસ પચીસ દિવસ સુધી હું કોઈ શારીરિક ક્રિયા કરી શકુ તેવી હાલતમાં નથી. હાલ સારવાર ચાલુ છે. પોલીસે અજાણ્યા આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યાં છે. પીએસઆઈ વી. કે. સુરાણીએ વધુ તપાસ હાથ ધરી છે.

Download Our B K News Today App



Related News