દ્વારકા જગતમંદિરમાં કાળીચૌદશ અને દિપાવલીની એક જ દિવસે ઉજવણી થશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-11-07 16:01:05
  • Views : 283
  • Modified Date : 2020-11-07 16:01:05

              યાત્રાધામ દ્વારકામાં જગતમંદિરમાં કાળીચૌદશ અને દિપાવલીની એક જ દિવસે એટલે કે 14 નવેમ્બરના ઉજવણી થશે. દિવાળીના રાત્રીના 8 થી 8.30 સુધી હાટડીના દર્શન થશે. 15 નવેમ્બરના નૂતનવર્ષના સાંજે 5 થી 7 અન્નકુટ ઉત્સવના દર્શન થશે.દ્રારકામાં ભગવાન દ્વારકાધીશના જગતમંદિરમાં દિપાવલી અને નૂતનવર્ષને અનુલક્ષીને તા.13 થી 16 નવેમ્બરના શ્રીજીના દર્શનનો કાર્યક્રમ દ્વારકાધીશ મંદિર વહીવટદાર કચેરી દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. જે અનુસાર તા.13 નવેમ્બરના ધનતેરસના શ્રીજીના દર્શન નિત્યક્રમ મુજબ થશે. તા.14 નવેમ્બરના રૂપચૌદશ અને દિપાવલીની ઉજવણી થશે. જેમાં મંગળા આરતી સવારે 5.30 કલાકે થશે. ત્યારબાદ શ્રીજીના દર્શન નિત્યક્રમ મુજબ થશે.બપોરે 1 કલાકે મંદિર અનોસર(બંધ) થશે. ઉત્થાપન દર્શના સાંજે 5 કલાકે થશે. રાત્રીના 8 થી 8.30 હાટડી દર્શન બાદ રાત્રીના 9.45 કલાકે મંદિર અનોસર થશે. તા.15 નવેમ્બરના નૂતનવર્ષના મંગળા આરતી સવારે 6 કલાકે થશે. ત્યારબાદ શ્રીજીના દર્શન નિત્યક્રમ મુજબ થશે અને બપોરે 1 કલાકે મંદિર અનોસર થશે. અન્નકુટ દર્શન સાંજે 5 થી 7 કલાક સુધી થશે અને રાત્રીના 9.45 કલાકે મંદિર અનોસર થશે. 16 નવેમ્બરના ભાઇબીજના સવારે 7 કલાકે મંગળા આરતી થશે. ત્યારબાદ શ્રીજીના દર્શન નિત્યક્રમ મુજબ થશે.ઉલ્લખેનીય છેકે, અનલોક બાદ દ્વારકા તરફ ધીમે-ધીમે શ્રધ્ધાળુઓનો પ્રવાહ શરૂ થયો છે જે દિવાળીની રજાઓમાં હજુ વધી જશે તેમ માનવામાં આવી રહયું છે.

Download Our B K News Today App



Related News