'કાળી વાદલડી તુને વિનવે...', મેઘરાજાને રિઝવતા દ્વારકાના ત્રણ બાળકોનો વીડિયો વાયરલ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-07-02 16:19:32
  • Views : 97
  • Modified Date : 2023-07-02 16:19:32

સોશિયલ મીડિયા પર અવારનવાર એવા વીડિયો જોવા મળે છે. તમે જેમને પહેલી નજરે જોશો તો તમે તેને પોતાની આંખોથી દૂર કરી શકશો નહી. કેટલાક યુઝર્સ એવા છે જે આ વીડિયોને લૂપ કરીને સતત જોતા રહે છે. હાલમાં જ સોશિયલ મીડિયા પર આવો જ એક વીડિયો વાયરલ થયો છે, જેમાં ત્રણ વિદ્યાર્થીઓને 'કાળી વાદલડી તુને વિનવે રે' લોકગીત ગાઈ રહ્યા છે. આ વીડિયોએ યુઝર્સના દિલ જીતી લીધા છે. આ વીડિયો દ્વારકા જિલ્લાનો હોવાનું સામે આવ્યું છે. દ્વારકાના કુરંગાની પ્રાથમિક શાળાના 3 વિદ્યાર્થીઓનો એક વીડિયો સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે. વાયરલ વીડિયોમાં વિદ્યાર્થીઓ વરસાદને રીઝવવા માટે લોક ગીત "કાળી વાદલડી તુને વિનવે" ગાતા જોવા મળી રહ્યા છે. 3 વિધાર્થીઓની જુગલબંધીએ ધૂમ મચાવી છે. આ વીડિયો પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓએ રિસેસ સમયે બનાવ્યા હોવાનું મનાય છે. ત્યારે ચલો સાંભળી વિદ્યાર્થીઓના સ્વરમાં લોકગીત.માસૂમ બાળકોની વિદ્યાર્થીકાળની ખુશી આ વીડિયોમાં છલકાતી જોવા મળી રહી છે. ભાવેશ ગઢવી, વાલા ગઢવી અને પ્રતાપ ગઢવી નામના આ વિદ્યાર્થીઓનો આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ ધૂમ મચાવી રહ્યો છે.

Download Our B K News Today App



Related News