દેવચકલી (કાળીદેવી)

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-06-15 11:41:22
  • Views : 649
  • Modified Date : 2019-06-15 11:41:22

 કદ  ૧૭ સે.મી., ચકલીથી થોડું મોટું દેવચકલીને શુકનવંતુ  પક્ષી કહેવાય છે. પ્રાચીન સમયમાં જયારે યોધ્ધા રણમાં ચઢતા એ વખતે દેવચકલી જાવા મળતી તો તે સારા શુકન ગણાતા. દેવચકલી જાઈને કોઈ પણ કામ કરવાથી વિજય મળે છે એવું ઘણા લોકો માને છે. 

માદા સાથે જ હોય છે. જમીન પર ખોરાક  મેળવતી વખતે તેઓ બે પગે કૂદતાં હોય છે. નરને ખભા પર એકેક સફેદ ચાંદલો હોય છે. 

દેવચકલી સંવનનઋતુમાં ખૂબ ખુશમાં હોય છે. તે ગળામાંથી મીઠા  સૂર પણ કાઢે છે. ભારતમાં ચાર જાતની દેવચકલી જાવા મળે છે. કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં દેખાતી દેવચકલી ભૂખરી હોય છે અને નરની પીઠ ઘેરી ભૂરી અથવા ઝાંખી કાળી હોય છે. માદા વધારે ભૂખરી હોય છે. તાપી નદીથી દક્ષિણે દેખાતી દેવચકલીના નરની પીઠ કાળી હોય છે. સૌથી સુંદર દેવચકલી તો મુંબઈની જ.

પ્રજનનઋતુમાં નરમાદા ભેગાં મળી ઝાડ કે છાપરાનાં પોલાણમાં નરમ વસ્તુનો માળો બાંધે છે. મોટે ભાગે માદા જ ઈંડાં સેવે છે. જાકે બચ્ચાં ઉછેરવાનું કામ બન્ને કરે છે. ઈંડાં બેથી ત્રણની સંખ્યામાં હોય છે. તે સહેજ પીળા કે લીલી ઝાંયવાળા રતુમડા ભૂરા છાંટણાંવાળાં હોય છે. બચ્ચાં-ઉછેરમાં નર-માદા સરખો ફાળો આપે છે. ખોરાકમાં તે નાની જીવાત, તીડ, ઊધઈ, કીડા વગેરે ખાય છે. 


Download Our B K News Today App



Related News