વડગામના કાલેડા ગ્રામપંચાયત બની દારૂડીયા નો અડ્ડો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-05-28 11:37:25
  • Views : 633
  • Modified Date : 2022-05-28 11:37:25

 

પંચાયત માં આવેલ શૌચાલય માં દેશી દારૂની થેલીઓ ના મળી આવ્યા ઢગલે ઢગલા

 

ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે એમ કહેવું હવે સદંતર ખોટું છે બલ્કે ગાંધીના ગુજરાતમાં દારૂની નદીઓ વહી રહી છે આવા દ્રશ્યો દીવસેને દીવસે વધતા જાય છે..અને ગુજરાતમાં જેટલો દારુ પીવાતો હશે તેટલો દારુ શાયદ અન્ય રાજ્યોમાં પણ નહીં પીવાતો હોય..

તો આજે બનાસકાંઠાના વડગામ તાલુકાના કાલેડા ગામની વાત કરી એ તો દીવસેને દીવસે દારુનું પ્રમાણ વધતું જાય છે અને ગામની ચારે બાજુ ખુલ્લેઆમ દારુના અડ્ડાઓ ઝગમગી રહ્યા છે..આ અમારી આ વાતની સ્પષ્ટતા માટે સરદારપુરા થી કાલેડા ગામ તરફ આવતો રોડ અને ગામમા ઠેરઠેર જગ્યાએ પડેલા ગંદકીના ઢગલાઓ કાફી છે...કેમકે આ રોડની બંને બાજુએ અને ઢગલાઓમાં દેશી દારુની ખાલી પોટલીઓ  ફેંકલી જોવા મળે છે  ..

વડગામ તાલુકાના કાલેડામા ગ્રામ પંચાયતની આવી જ એક બેદરકારી સામે આવી છે , પંચાયત જેવી જાહેર જગ્યાએ પણ દેશી દારૂની કોથળીઓ મળી આવી હતી જે એક તંત્ર અને પંચાયતની બેદરકારી નું જીવતું જાગતું ઉદાહરણ પુરુ પાડે છે..

ત્યારે આજે અમારી BKNEWSTODAY ની ટીમ કાલેડા ગ્રામ પંચાયતમાં પોહચી હતી અને આ ગ્રામ પંચાયતમાં પણ દારૂની રેલમછેલ દેખાઈ રહી છે..ગ્રામ પંચાયતની મુતરડીઓ દેશી દારુની ખાલી પોટલીઓથી ઉભરાઈ રહી છે..તો દારુ પીનારા સાંજના સમયે કે રાત્રીના સમયે અહીંયા દારૂની મહેફિલ માણતા હશે તેવું આ દ્રશ્યો પરથી જોઈ શકીએ છીએ..અને આ દારૂના અડ્ડાઓ વર્ષોથી કોની રહમ નજર હેઠળ ચાલી રહ્યા છે અને દારુ ક્યાંથી આવી રહ્યો છે તે પણ ચર્ચા નો વિષય બન્યો છે...ત્યારે આ બાબતે  તાત્કાલિક ધોરણે આ દારૂના અડ્ડાઓ પર તેમજ ગ્રામ પંચાયતના અધીકારીઓ પર કાયદાના રક્ષકો દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે તે ખુબ જ જરૂરી બની ગયું છે ..

Download Our B K News Today App



Related News