આ સરકાર ગરીબો, ખેડૂતો, વંચિતો સહિત સૌના કલ્યાણ માટે સમર્પિત સરકાર છે મંત્રી વિભાવરીબેન દવે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-17 12:06:12
  • Views : 628
  • Modified Date : 2019-08-17 12:06:12

બનાસકાંઠા જિલ્લાના દાંતા હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે ૭૩માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી મહિલા અને બાળ કલ્યાણ, શિક્ષણ તથા યાત્રાધામ વિકાસ રાજ્યમંત્રી વિભાવરીબેન દવેના હસ્તે ધ્વજવંદન કરીને જિલ્લા કક્ષાના સ્વાતંત્રતા પર્વની ભારે હર્ષ અને ઉલ્લાસથી ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે મંત્રી  વિભાવરીબેન દવેએ સ્વાતંત્ર્ય દિન અને રક્ષાબંધન
પર્વની શુભેચ્છા પાઠવી હતી.
આ પ્રસંગે મંત્રી  વિભાવરીબેન દવેએ પ્રાસંગીક પ્રવચન કરતાં જણાવ્યું કે આજના દિવસે મા ભારતીને હ્રદયપૂર્વક વંદન કરી દેશ માટે શહીદ થનાર શહીદોને
શ્રધ્ધાંજલિ અર્પણ કરું છું. અખંડ ભારતના નિર્માતા અને ગુજરાતના પનોતા પુત્ર સરદાર વલ્લભભાઇ પટેલની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા- સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ ગુજરાતની ધરતી પર કરવામાં આવ્યું છે. અત્યાર સુધી ૨૦ લાખ પ્રવાસીઓએ આ સ્ટેચ્યુની મુલાકાત લઇ સરદાર સાહેબને નમન કર્યા છે. આપણું ગુજરાત રાજય સુરક્ષા અને સલામતિ માટે સમગ્ર દેશમાં મોડેલ સ્ટેટ ગણાય છે. તેમણે ઉમેર્યુ કે, નાગરિકોની સુરક્ષા અને સલામતિ માટે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વવાળી રાજય સરકારે કડક કાયદાઓ બનાવ્યા છે. ગુનાહિત પ્રવૃત્તિઓ પર બાજ નજર રાખવા રાજયના તમામ શહેરોને સીસીટીવી કેમેરાથી સજ્જ કરવામાં આવ્યા છે.  યુવાનો નશાખોરીના દૂષણથી દૂર રહે તે માટે તથા ગૌવંશ અને ગાયોની હત્યા અટકાવવા ગૌહત્યા પ્રતિબંધ માટેના કડક કાયદા બનાવ્યા છે. આ સરકારે ભ્રષ્ટાચારને દૂર કરવા સફળ પ્રયાસો કરી ભ્રષ્ટાચાર પર લગામ કસી છે. તેમણે કહ્યું કે, ભૂગર્ભ જળ રીચાર્જ માટે રાજય સરકાર દ્વારા જળ સંચય અભિયાન ચલાવવામાં આવ્યું હતું જેને ખુબ સારી સફળતા મળી છે. ઉત્તર ગુજરાતમાં નર્મદા નહેરના નેટવર્ક દ્વારા પાણી આપવામાં આવે છે. નર્મદાના પવિત્ર નીરની પધરામણીથી બનાસકાંઠા જિલ્લો હરીયાળો અને સમૃધ્ધ બન્યો છે. જિલ્લાના દાંતા અને અમીરગઢ આદિજાતિ વિસ્તારોમાં પણ નોંધપાત્ર વિકાસ થયો છે તેમ તેમણ જણાવ્યું હતું.
આ પ્રસંગે મંત્રીના હસ્તે રૂ. ૧૧૫.૮૬ લાખના વિકાસકામોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. દાંતા તાલુકાના વિકાસ માટે મંત્રીના હસ્તે  રૂ. ૨૫ લાખનો ચેક કલેકટર સંદીપ સાગલેને અર્પણ કરવામાં આવ્યોસ હતો. રમતગમત ક્ષેત્રે ઉત્કૃષ્ટ. દેખાવ કરનાર ખેલાડીઓ, ૧૦૮ ઇમરજન્સી સેવામાં નોંધપાત્ર કામગીરી કરનાર કર્મીઓને, પશુ ચિકિત્સા ક્ષેત્રે સરાહનીય કામગીરી કરનાર વેટરનરી ર્ડાકટર સહિત વિવિધ ક્ષેત્રોમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર વ્યક્તિઓનું મંત્રીના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.
સરભવાનીસિંહ વિધાલયની દિકરીઓ દ્વારા સુરક્ષા જવાનોને રક્ષા બાંધવામાં આવી હતી. શાળાના બાળકો દ્વારા સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમો અને દેશભક્તિના ગીતો સાથે યોગાસનો કરવામાં આવ્યા હતાં. પોલીસ જવાનો દ્વારા અશ્વ શો, ડોગ શો યોજવામાં આવ્યા હતાં. આ પ્રસંગે બ્લડ ડોનેશન કેમ્પ તેમજ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી પ્રસંગે ગુજરાત વેરહાઉસીંગ બોર્ડના ચેરમેન મગનલાલ માળી, ધારાસભ્ય કાંતિભાઇ ખરાડી, જિ. ભાજપ મહામંત્રી અમૃતભાઇ દવે, તા. પંચાયત પ્રમુખ પિન્કીબેન ચૌધરી, કલેકટર સંદીપ સાગલે, જિલ્લા  વિકાસ અધિકારી બી. એ. શાહ, પોલીસ અધિક્ષક પ્રદીપ સેજુલ, નિવાસી અધિક કલેકટર એલ.બી. બાંભણીયા, જિલ્લા પુરવઠા અધિકારી એસ. જે. ચાવડા, દાંતા પ્રાન્ત અધિકારી  કુસુમબેન પ્રજાપતિ, મામલતદાર ગૌર,અગ્રણીઓ સર્વ  ગલબાભાઇ ઠાકોર, અરવિંદભાઇ પટેલ સહિત પદાધિકારીઓ, સરપંચો, વિદ્યાર્થીઓ અને વિશાળ સંખ્યામાં લોકો ઉપસ્થિપત રહ્યાં હતાં.

Download Our B K News Today App



Related News