અયોધ્યામાં રામલલ્લા મંદિરમાં યાત્રાધામ ઢીમાના ઐતિહાસિક માંદેળા તળાવની માટીનો કળશ મુકાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-06-29 11:47:43
  • Views : 513
  • Modified Date : 2020-06-29 11:47:43

અયોધ્યામાં બનનાર ભવ્યાતિભવ્ય શ્રીરામલલ્લા મંદિરમાં ભારત વર્ષના પવિત્ર ધાર્મિક મહત્વ ધરાવતા તીર્થસ્થાનની માટીનો અને
પવિત્ર નદીઓના જળનો કળશનો ઉપયોગ કરવામાં આવશે. જેના ભાગ રૂપે બનાસકાંઠા જિલ્લાના ઐતિહાસિક એવા સુપ્રસિદ્ધ યાત્રાધામ ઢીમા ધરણીધર ધામના પવિત્ર માંદેળા તળાવની માટી અને જળનો કળશ ભરી અયોધ્યામાં શ્રીરામલલ્લા મંદિરમાં ઉપયોગ કરવામાં આવશે. કોરોનાની મહામારી વચ્ચે સામાજિક અંતર અને માસ્કનો ઉપયોગ કરીને સાદાઈ પૂર્વક કાર્યક્રમ યોજાયો હતો.
વાવ તાલુકાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ઢીમાના ઐતિહાસિકમાં માંદેળા તળાવની માટીનો કળશ અષાઢ સુદ આઠમને રવિવારે સવારે સંતો મહંતો અને વિશ્વ હિન્દુ
પરિષદનાં કાર્યકરો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનોની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો.  યાત્રાધામ ઢીમાના શ્રીરામ આશરા અન્નક્ષેત્રનાં મહંત શ્રી મહામંન્ડલેશ્વર જાનકીદાસજી મહારાજ,
સરપંચ હર્ષાબેન સેવક, દશરથભાઈ ઠક્કર સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં અને વિશ્વ હિન્દુ
પરિષદને અર્પણ કરવામાં આવ્યો હતો. આ માટીના કલશને સન્માન સાથે અયોધ્યા મોકલવામાં આવશે. આ કાર્યક્રમમાં વીએચપીના પ્રમુખ ઉન્નતભાઈ શાહ, જિલ્લા મંત્રી હરેશભાઈ ભાટીયા, લાલાભાઈ જોશી, કિશનભાઈ ગોસ્વામી, સાગરભાઈ વ્યાસ, વિજયભાઈ ખત્રી, મનીશભાઈ જાની, રાહુલભાઈ દવે, હિતેશભાઈ ચૌધરી, કિરણસિંહ અને
પાંચાભાઈ ઉપસ્થિત રહ્યાં હતાં.

Download Our B K News Today App



Related News