કલાનો વારસો જાળવી રાખવાનો સફળ પ્રયત્ન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-26 12:00:47
  • Views : 460
  • Modified Date : 2019-05-26 12:00:47

જેની પાસે જમીન-ખેતીવાડી કે પ્રોપર્ટી છે તે તેમના વારસદારોને વારસામાં આપે છે. જેની પાસે કલા છે તેવા ડીસાના સિધ્ધહસી ચિત્રકાર રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા ચિત્રશિક્ષક કલા સૃષ્ટિ ફાઉન્ડેશનના માધ્યમથી વેકેશનમાં જેમને ચિત્રકલામાં રસ છે તેવા બાળકોને પોતાના નિવાસ સ્થાને બોલાવીને ચિત્રકલાની તાલીમ આપે છે એ રીતે કલા જગતના વારસાને જાળવી રાખવા અથાક પ્રયત્નો કરી રહેલા છે. એમના આવા ઉમદા કાર્યમાં ચિત્રકાર નાથાલાલ બ્રહ્મક્ષત્રિય પણ ખભેખભા મિલાવીને તેમના કાર્યમાં સહયોગ આપીને ગૌરવ અનુભવે છે. ચિત્રશિક્ષક જગદીશભાઈ વાઘેલા, હિતેશભાઈ જાદવ તથા ચિત્રકલાના ઉપાસક મિત્રો પણ પોતાનો અમૂલ્ય સમય ફાળવીને ચંદુભાઈની કાર્યશૈલીને  પ્રોત્સાહિત કરીને મદદરૂપ થાય છે. 


Download Our B K News Today App



Related News