સુઇગામ તાલુકા પંચાયતમાં કર્મચારીઓની સુરક્ષા માટેની કલમોના લાગ્યા બોર્ડ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-02-17 12:08:17
  • Views : 396
  • Modified Date : 2021-02-17 12:08:17

સરહદી સુઇગામ તાલુકાની તાલુકા પંચાયત કચેરીમાં કર્મચારીઓની સુરક્ષા માટે કાયદાકિય કલમો અને ગુનો કરનાર શખ્સ સામે કઈ કઈ સજાની જાેગવાઇ છે તેની વિગતવાર માહિતી આપતા બોર્ડ તાલુકાની કચેરીમાં લગાડવામાં આવ્યા છે.
શુ કર્મચારીની સુરક્ષા માટે આવા બોર્ડ લગાડવામાં આવે છ.ે તો તાલુકામાં પોતાના કામ અર્થે આવનાર જાહેર જનતા માટે પણ નાગરિક અધિકાર
પત્રનું બોર્ડ લગાવવું જાેઇએ. જેથી કચેરીમાં આવનાર દરેક નાગરિક જાણી શકે કે ક્યુ કામ કેટલા દિવસમાં થાય અને આ કામ ક્યા અધિકારીની ફરજમાં આવે છે. જેથી નાગરિકને
પોતાના કામો કરાવવા જયાં ત્યાં કચેરીમાં ભટકવું ના પડે, માટે સરકારની ગાઈડ લાઇન મુજબ દરેક નાગરિકના હિતમાં પણ  વિચારવું જાેઇએ કે નહીં, સરકારી કર્મચારીની સુરક્ષા માટેની કલમોના બોર્ડની સાથે સાથે આમ જનતાના કામો કરવામાં સરકારી અધિકારી હેરાન પરેશાન કરે, વારંવાર ધક્કા ખવડાવે, કામો કરાવવા રિશ્વત માંગે, સમય મર્યાદામાં કામ ના કરી આપે તેમજ કોઈ
પણ નાગરિકની અરજીના અનુસંધાને કાર્યવાહી કરવામાં વિલંબ કરે તો નાગરિક પોતાના અધિકારો મુજબ શુ શુ કાર્યવાહી કરી શકે તેના પણ કલમો સાથે નાગરિક અધિકારોનું હનન કરવા પાછળ સરકારી કર્મચારી ઉપર કાર્યવાહી કરવાની શંુ જાેગવાઇ છે તેની પણ વિગત વાર માહિતીના બોર્ડ મુકવા જાેઇયે, માહિતીઅધિકાહના કાયદાની જાેગવાઇ મુજબ સામેથી  ચાલીને માહિતી જાહેર કરવાની થતી હોય છે.  છતા
પણ જાહેર માહિતી અધિકારીઓ આવી માહિતી જાહેર કરવાના બોર્ડ કચેરીમાં લગાવવામાં આવતા નથી, આવી માહિતી જાહેર કરવાના બોર્ડ સરકારી અધિકારીઓ કેમ લગાડતા નથી?શુ કાયદો ફક્ત સરકારી કર્મચારીઓ માટે જ છે તો પછી આમ જનતાની સુવિધાઓ પુરી પાડવાની માહીતી અધિકાર ૨૦૦૫ ની જાેગવાઇ મુજબ જનતા માટે જે માહીતી સામે ચાલીને જાહેર કરવાની થાય છે તેના બોર્ડ કેમ લગાડવામાં આવતા નથી, શુ કાયદો ફક્ત કચેરીના કર્મચારીઓ માટેની સુરક્ષા માટે બનાવવામાં આવ્યો છે ? શુ આમ જનતાને પડતી મુશ્કેલીઓ માટે કાયદામાં જાેગવાઇ નથી ? તે એક વિચારવા જેવી વાત છે.

Download Our B K News Today App



Related News