જમ્મુ કાશ્મીરમાંથી કલમ ૩૭૦ નાબુદ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-06 11:17:19
  • Views : 608
  • Modified Date : 2019-08-06 11:17:19

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપ સરકારે આજે જમ્મુ કાશ્મીરને ખાસ દરજ્જા આપતી વિવાદાસ્પદ અને જટિલ કલમ ૩૭૦ને નાબુદ કરી હતી. મોદી સરકારે સ્વતંત્ર ભારતા ઇતિહાસમાં હજુ સુધીનો સૌથી મોટો નિર્ણય કરીને દેશના કરોડો લોકોની અપેક્ષાને અંતે પૂર્ણ કરી છે. મોદી અને કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહની જાડીએ નવો ઇતિહાસ સર્જ્યો હતો. સરકારે ભારે હલચલ વચ્ચે રાજ્યસભામાં ઐતિહાસિક  સંકલ્પ રજૂ કરીને કેટલાક નિર્ણયની જાહેરાત કરી હતી. કલમ ૩૭૦ અને કલમ ૩૫એ નાબુદ કરીને એક નવી શરૂઆત કરી દીધી છે.કલમ ૩૭૦ને દુર કરવાની સાથે રાજ્યનુ વિભાજન જમ્મુ કાશ્મીર અને લડાખ તરીકે બે કેન્દ્રશાસિત પ્રદેશમાં થઇ ગયુ છે. નવી વ્યવસ્થા મુજબ જમ્મુ કાશ્મીર કેન્દ્રશાસિત ક્ષેત્રમાં પોતાની વિધાનસભા રહેશે. જ્યારે લડાખમાં કોઇ
વિધાનસભા રહેશે નહી. લડાખ વિધાનસભા વગર કેન્દ્રશાસિત પ્રદેશ રહેશે. અમિત શાહે  રાજ્યસભામાં એક સંકલ્પ રજૂ કરીને તે અંગે વિસ્તૃત માહિતી આપી હતી. સંકલ્પમાં કહેવામાં આવ્યુ હતુ કે બંધારણની   કલમ ૩૭૦ના તમામ ખંડ જમ્મુ કાશ્મીરમાં લાગુ કરવામાં આવનાર નથી. શાહે કહ્યુ હતુ કે વર્ષ ૧૯૫૦ અને વર્ષ ૧૯૬૦ના દશકોમાં તત્કાલીન કોંગ્રેસ સરકારોએ આવી જ રીતે કલમ ૩૭૦માં સુધારા કર્યા હતા. અમે પણ અગાઉની સરકારની જ રીતી અપનાવી રહ્યા છીએ. શાહે જાહેરાત કરી હતી કે રાષ્ટ્રપતિ રામનાથ કોવિન્દ  કલમ ૩૭૦ને નાબુદ કરનાર રાજપત્ર પર હસ્તાક્ષર કરી ચુક્યા છે. શાહે રાજ્યસભામાં જમ્મુ કાશ્મીર રાજ્ય ફેરરચના બિલ ૨૦૧૯ રજૂ કર્યુ હતુ. અમિત શાહે લડાખ માટે કેન્દ્રશાસિત પ્રદેશની રચનાની જાહેરાત કરી હતી. જ્યાં ચંગીગઢની જેમ વિધાનસભા રહેશે નહીં. શાહે કહ્યુ હતુ કે કાશ્મીર અને જમ્મુ ડિવિઝન વિધાનસભાની સાથે એક અલગ કેન્દ્રશાસિત પ્રદેશ રહેશે. જ્યાં દિલ્હી અને પુડ્ડુચેરીની જેમ વિધાનસભા રહેશે. અમિત શાહે કહ્યુ હતુ કે રાષ્ટ્રપતિની મંજુરી બાદ કલમ ૩૭૦ના તમામ ખંડ લાગૂ થશે નહીં. અમિત શાહના નિવેદનને લઇને સવારથી જ ભારે સસ્પેન્સની Âસ્થતિ રહી હતી. તેમના નિવેદન ઉપર દેશભરની નજર કેન્દ્રિત થઇ ગઈ હતી. અમિત શાહે એમ પણ કહ્યું હતું કે, સંકલ્પ રજૂ કરીને તેઓ વિવિધ બાબતો સ્પષ્ટ કરી રહ્યા છે. શાહે વિપક્ષના પ્રશ્નોના જવાબમાં કહ્યું હતું કે, કલમ ૩૭૦ને ખતમ કરવાની બાબત કાશ્મીરના લોકોના હિતમાં છે. ગુલામ નબી આઝાદ કહે છે કે, આ ગેરબંધારણીય તરીકો છે પરંતુ તેઓ આના માટે ચર્ચા માટે પણ તૈયાર છે. આજે સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્રીય કેબિનેટની બેઠક મળી હતી જેમાં જમ્મુ કાશ્મીરમાંથી કલમ ૩૭૦ નાબૂદ કરવાનો નિર્ણય કરાયો હતો ત્યારબાદ સંસદમાં આ અંગેની જાહેરાત વિધિવતરીતે કરવામાં આવી હતી. કાશ્મીરમાં જારી રાજકીય હલચલની વચ્ચે  આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકારે જમ્મુ કાશ્મીરમાંથી કલમ ૩૭૦ને દુર કરવા માટેની જાહેરાત કરી હતી. કેન્દ્રિય ગૃહ પ્રધાન અમિત શાહના નિવેદન વચ્ચે રાજ્યસભામાં ભારે ધાંધલ ધમાલ થઇ હતી. કોંગ્રેસ સહિતના તમામ રાજકીય પક્ષોએ હોબાળો મચાવ્યો હતો. અગાઉ સવારમાં બેઠકોનો દોર જારી રહ્યો હતો. જમ્મુ કાશ્મીરમાંથી કલમ ૩૭૦ને દુર કરવા માટેની પ્રક્રિયા હવે શરૂ થઇ ગઇ છે. કેન્દ્રિય કેબિનેટની મહત્વપૂર્ણ  બેઠક આજે સવારે શરૂ થઇ હતી. જેના પર તમામની નજર હતી. જે આશરે ૪૦ મિનિટ સુધી ચાલી હતી. મોડેથી રાજ્યસભામાં પ્રસ્તાવ રજૂ કરીને માહિતી આપવામાં આવી હતી. અમિત શાહે જાહેરાત કરી હતી કે જે દિવસે રાષ્ટ્‌પતિ દ્વારા ગેજેટ નોટિફિકેશન સ્વીકાર કરી લેવામાં આવશે તે દિવસથી બંધારણની કલમ ૩૭૦ (૧) ઉપરાંત અન્ય કોઇ ખંડ લાગુ થશે નહીં.
વિપક્ષી પક્ષો તરફથી જારદાર ધાંધલ ધમાલ કરવામાં આવતા કાર્યવાહી મોકુફ કરી દેવામાં આવી હતી. ગઇકાલે પણ રાજકીય હલચલના દોર વચ્ચે ગૃહમંત્રી અમિત શાહે ટોપના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. બેઠકમાં અમિત શાહની સાથે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત દોભાલ અને ગૃહસચિવ રાજીવ ગોબા ઉપÂસ્થત રહ્યા હતા. આ બેઠક બાદ એડિશનલ સેક્રેટરી (જમ્મુ કાશ્મીર ડિવિઝન) જ્ઞાનેશ કુમાર પણ અમિત શાહને મળવા માટે પહોંચ્યા હતા.  રાજ્ય સરકારે થોડાક દિવસ પહેલા જ સુરક્ષા કારણો આપીને અમરનાથ યાત્રીઓ અને પ્રવાસીઓને તરત જ કાશ્મીરથી પરત ફરવા માટેની સૂચના આપી દીધી હતી.  કેન્દ્રીયમંત્રી અમિત શાહે સુરક્ષાના મુદ્દા ઉપર દોભાલ
આભાર - નિહારીકા રવિયા  સાથે વાત કરી હતી. આ બેઠકમાં દોભાલ ઉપર ગોબા પણ ઉપÂસ્થત રહ્યા હતા. મોટા નિર્ણય પહેલા જ કેન્દ્ર સરકારે તમામ એજન્સીઓને ટોપ એલર્ટ ઉપર મુકી દીધી છે. જમ્મુ કાશ્મીરમાં તૈનાત સશ† દળોની નવી રજાઓ પણ રદ કરી દીધી છે. જે લોકોને રજા આપવામાં આવી હતી તેમને પણ સ્ટેન્ડ બાય મોડ ઉપર મુકી દેવામાં આવ્યા છે.  સંસદ સત્ર પૂર્ણ થયા બાદ અમિત શાહ ત્રણ દિવસ માટે કાશ્મીરના પ્રવાસ ઉપર જશે. સંસદ સત્ર સાતમી ઓગસ્ટ સુધી ચાલશે. અમિત શાહ આઠ અને ૧૦મી ઓગસ્ટ વચ્ચે કાશ્મીરની મુલાકાત લઇ શકે છે.

Download Our B K News Today App



Related News