રાજ્યમાં કલમ ૧૪૪ માત્ર વિરોધ પક્ષ માટે જ છે ઃ શંકરસિંહ વાઘેલા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-27 11:43:30
  • Views : 342
  • Modified Date : 2020-12-27 11:43:30

રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા શનિવારથી દિલ્લીમાં ચાલી રહેલા ખેડૂતોના આંદોલનમાં અનશન માટે ૧૦૦ કાર્યકરો સાથે જવાના હતા. પરંતુ બાપુને મોડી રાતથી જ ગાંધીનગરમાં આવેલા વસંત વિહાર બંગલોમાં પોલીસે નજરકેદ કર્યા હતા. બાપુએ કહ્યું હતું કે, રાજ્યમા વિરોધ કરવાનો હક્ક માત્ર ભાજપને જ છે. જ્યારે કલમ ૧૪૪ રાજ્યમાં માત્ર વિરોધ પક્ષ માટે જ રાખવામાં આવી છે.
રાજ્યમાં ભાજપ સરકાર સામે વિરોધ કરનારને પોતાના ઘરેથી જ ઉપાડી લેવામાં આવે છે. સરકાર સામે આંદોલન કરનારને પોલીસના માધ્યમથી દબાવી દેવાય છે. શહેરમાં રજૂઆત કરવા માટે આવતા આંદોલનકારીઓને પણ
આંદોલન કરવા દેવાતા નથી. ત્યારે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિહ વાઘેલા દિલ્લીમાં ચાલી રહેલા ખેડૂતોના
આંદોલનમા જવાનો કાર્યક્રમ આપવામાં આવ્યો હતો. પરંતુ પોલીસે બાપુને મોડી રાત્રીથી જ પોતાના બંગલે નજરકેદ કર્યા હતા.
શંકરસિંહ વાઘેલાએ કહ્યું હતું કે, દિલ્લી સિંધુ બોર્ડર પર પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ અને ગુજરાતના ખેડૂતો આંદોલન કરી રહ્યા છે. તેમને સમર્થન આપવા અમદાવાદ ગાંધીન બાપુને પુષ્પાંજલિ આપી દિલ્લી જવાનો હતો. ૩ કૃષિ બિલથી ફક્ત ખેડુતોને નહિ પરંતુ સામાન્ય નાગરિકોને પણ નુકશાન થવાનું છે. મને એમ હતું કે ભાજપ સરકાર અટલજીના જન્મ દિવસે તેમના રસ્તા ઉપર ચાલશે, પરંતુ આ સરકારને જન્મ દિવસ સાથે કોઇ લેવા-દેવા નથી. હાલ તો બાપુને નજરકેદ કરવામાં આવતા દિલ્લી આંદોલનમાં જઇ શક્યા નથી. બીજી તરફ સવારે બાપુના કાર્યકર્તાઓ ગાંધી આશ્રમ પહોંચી ગયા હતા. જ્યારે પોસ્ટર સાથે દેખાવો કરવામાં આવ્યા હતા. જ્યારે પોલીસે અમદાવાદ ગાંધી આશ્રમથી કાર્યકર્તાઓની અટકાયત કરી હતી.

Download Our B K News Today App



Related News