ધાનેરા જેલમાંથી ભાગેલા આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્‌યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-04-23 11:30:27
  • Views : 446
  • Modified Date : 2020-04-23 11:30:27

ધાનેરા જેલમાંથી સળીયા કાપીને ભાગી છુટેલા ત્રણ આરોપીઓને શોધવા માટે
પોલીસ દ્વારા કવાયત હાથ ધરવામાં આવી હતી. જેમાં ગણતરીના કલાકોમાં આ ત્રણે આરોપીઓને શેરા ગામ પાસેના નેળીયામાંથી ઝડપી પાડી જેલના સળીયા પાછળ ધકેલી દેવામાં આવ્યા હતા.
ધાનેરા સબજેલમાં રહેલા (૧) અશોક દેવીદાસ સાધુ રહે. સણવાલ તા. વાવ પોષડોડાનો મુખ્ય આરોપી  (૨)  નરપત ઉર્ફે નપિયો રામાજી રાજપુત રહે. સિયા તા. ધાનેરા જે ચોરીના અનેક ગુનામાં સંડોવાયેલ (૩) પિન્ટુ મફાભાઇ ગલચર (દલિત) રહે શિવનગર ધાનેરા વાળા મારામારીના ગુનામાં આ તમામે ભેગા મળી કાવતરુ બનાવી કસ્ટડીથી બહાર સૌચાલયની ખુલ્લી જગ્યામાં ધાબાને લગાવેલ જાળી કાપીને મંગળવારના સાંજના ૬-૩૦ કલાકના સુમારે જ્યારે તેમને સૌચાલય માટે બહાર લાવવામાં આવ્યા ત્યારે એક ગાર્ડ હોવાથી તેઓએ તેનો લાભ ઉઠાવીને જે જાળી કાપી હતી ત્યાં એકબીજાની મદદથી બહાર નીકળીને ધાબા ઉપરથી દોરડા વાટે નીચે ઉતરીને ભાગી ગયા હતા. જ્યારે ગાર્ડ સૌચક્રિયાનો સમય પૂર્ણ થતા તે જોવા ગયા ત્યારે આ ત્રણેય આરોપીઓ ના દેખાતા પોલીસને જાણ કરતા
પોલીસ ભાગતી થઇ હતી. વાયરલેસ મેસેજ દ્વારા તમામ
પોલીસ મથકો ઉપર જાણ કરી હતી. આ બાબતે પોલીસવડાને જાણ થતા રાત્રે ધાનેરા પોલીસ મથકે મોટી સંખ્યામાં પોલીસનો ખડકલો જોવા મળ્યો હતો અને પોલીસ દ્વારા આ આરોપીઓને પકડવા માટે કવાયત હાથ ધરવામાં આવી હતી. જેમાં ધાનેરા પી.આઇ. સમિરસિહ ડાભી, ડીસા રૂરલ પી.આઇ. એમ.જે.ચૌધરી, થરાદ
પી.આઇ. જે.બી. ચૌધરી તથા તેમની ટીમ સાથે ધાનેરાના જુના પોલીસ જવાનો અરજણાજી, વિજયસિહ, મંગળાજી, ઇશ્વરભાઇ વગેરેને સાથે રાખી એલ.સી.બી. ની ટીમો દ્વારા
પોલીસવડાના આદેશથી તપાસ હાથ ધરવામાં આવતા આ ત્રણે ઇસમો ધાનેરા તાલુકાના શેરા ગામથી લિંબડીયા તરફ જતા કાચા નેળીયામાં પોલીસના હાથમાં ઝડપાઇ ગયા હતા. જેથી પોલીસે ત્રણે આરોપીઓને ધાનેરા પોલીસ મથકે લાવ્યા હતા અને આ ઘટનાની જાણ થતા પોલીસવડા પણ તાત્કાલિક ધાનેરા પોલીસ મથકે પહોંચ્યા હતા અને ગણતરીના કલાકોમાં આ આરોપીઓને પકડી પાડનાર પોલીસને અભિનંદન પાઠવ્યા હતા.

Download Our B K News Today App



Related News