કલાકાર અધિકાર આંદોલન સમિતિના પ્રતીક ધરણા સ્ટેજ પરથી ખેલૈયાઓને ડોલવતાં કલાકારો ખુદ બેરોજગારીમાં ડોલી ગયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-13 11:27:58
  • Views : 267
  • Modified Date : 2020-10-13 11:27:58

ધંધા-રોજગાર શરૂ થયા બાદ પણ અનેક વેપારીઓની આર્થિક સ્થિતિ સુધારી શકી નથી. ત્યારે જેના સંપૂર્ણ રોજગાર જ બંધ છે તેની સ્થિતિ કેવી હોઈ શકે તે માત્ર કલ્પના જ કરવી રહી છે.
તેવા સમયે ગરબાના કાર્યક્રમમાં સ્ટેજ પરથી ખેલૈયાઓને ડોલાવતા સાજિંદાઓ સહિતના કલાકારો ધરણા કરવા મજબૂર બન્યા છે. અને કલાકાર અધિકાર
આંદોલન સમિતિ દ્વારા તેમના ધંધા-રોજગાર ચાલુ થાય કલાકારો, સાજીંદાઓ, સંગીત, સાઉન્ડ અને ડીજે બેન્ડના કલાકારોનું ગુજરાન શરૂ થાય તે માટે મંજૂરી આપવા સહિતના મુદ્દાઓને લઈને ગાંધીનગર શહેરમાં આવેલા સત્યાગ્રહ છાવણી ખાતે એક દિવસના પ્રતીક ધરણા કરવામાં આવ્યા હતા.
કલાકાર અધિકાર આંદોલન સમિતિ દ્વારા ગતરોજ ગાંધીનગર શહેરના સત્યાગ્રહ છાવણીમાં રોજગારી મેળવવા એક દિવસના પ્રતીક ધરણા કરવામાં આવ્યા હતા. અને કલાકારોએ કહ્યું કે, અમારું ગુજરાન ચાલે તે માટે સરકાર અમને રોજગારી આપે. અને રાજ્યમાં નવરાત્રિનો તહેવાર યોજવામાં આવશે, પરંતુ ગરબા થઈ શકશે નહીં. જેને લઇને તે જ બોલાવતા કલાકારોને જીવનધોરણ કેવી રીતે ચાલશે તે મહત્વનો પ્રશ્ન થઇ રહ્યો છે. અને લગ્ન સિઝનમાં પણ કલાકારોને કામગીરી મળતી હોય છે. ગરબાના પ્રોગ્રામ કરતા હોય છે પરંતુ તે પણ કોરોના વાઈરસના કારણે થતા નથી. જેને લઈને કલાકારોની આર્થિક સ્થિતિ નબળી પડી ગઈ છે. કોરોના વાઈરસના કારણે સરકાર દ્વારા લોકડાઉન લાદવામાં આવ્યું હતું. અને ત્યારબાદ હજુ પણ ઘણા બધા ઉદ્યોગો શરુ થઈ શક્યા નથી. તેથી છેલ્લા ૮ મહિનાથી કોરોના વાઈરસના કારણે અમારા ધંધા-રોજગાર છીનવાઈ ગયા છે. જેથી કલાકારોને આત્મહત્યા કરવી પડી રહી છે. ત્યારે અમારી માંગ છે કે, સરકાર વચ્ચેનો રસ્તો કાઢીને અમને રોજગારી પૂરી પાડે કોરોના વાયરસની ગાઈડલાઈન મુજબ નવરાત્રિમાં સ્ટેજ પ્રોગ્રામ કરવાની મંજૂરી આપવામાં આવી જોઈએ. તેવું આંદોલન સમિતિના કન્વીનર રાજેશ ગોહિલે જણાવ્યું હતું.

Download Our B K News Today App



Related News