ડીસા શહેરમાં કાળઝાળ ગરમી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-18 11:02:33
  • Views : 284
  • Modified Date : 2021-03-18 11:02:33

માર્ચ મહિનાની શરૂઆત થતા જ ગરમીનો પારો દિવસેને દિવસે ઊંચે પહોંચી રહ્યો છે. ડીસામાં અત્યારે તાપમાનનો
પારો ચાલીસ ડીગ્રી સુધી
પહોંચી જતા તેની સીધી અસર જનજીવન પાર જાેવા મળી રહી છે.
ઉત્તર ગુજરાતના ડીસા શહેરની વાત જ અલગ છે. ડીસામાં શિયાળામાં હાડ થીજવી દેતી ઠંડી પડતી હોય છે તો ઉનાળામાં કાળઝાળ ગરમી. ગરમી અને ઠંડીને લઇ મશહૂર બનેલા ડીસામાં આ વર્ષે માર્ચ મહિનાની શરૂઆતની સાથે જ ગરમીએ તેનો સિતમ વરસાવવાનું શરૂ કરી દીધું છે. ગત વર્ષે કોરોનાનાં લીધે લોકડાઉન આપવામાં આવ્યું હોવાના લીધે ડીસાના નગરજનોને ગરમીનો એહસાસ થયો નહોતો અને આખો ઉનાળો ઘરોમાં જ ભરાઈ રહ્યા હતા. ત્યારે આ વર્ષની વાત કરવામાં આવે તો ડીસાના નગરજનો માર્ચ મહિનાની ગરમીથી ત્રાહિમામ થઈ ઉઠ્‌યા છે. ડીસામાં છેલ્લા બે દિવસથી તાપમાનનો પારો ૩૮ ડીગ્રી સુધી પહોંચી જતા તેની સીધી અસર જનજીવન
પાર જાેવા મળી રહી છે. સવારના દશ વાગ્યાથી ગરમીની શરૂઆત થાય છે તો મોડી સાંજ સુધી ગરમીનો સિતમ યથાવત રહે છે.  ગરમીના લીધે જાહેર માર્ગો
પર પણ લોકોની અવરજવર ખૂબ જ ઓછી થઈ જાય છે. આ ઉપરાંત લોકો ગરમીથી બચવા માટે ઠંડા પીણાઓનો સહારો લઈ રહ્યા છે.

Download Our B K News Today App



Related News