ડીસાની સરસ્વતી સ્કૂલ ખાતે કલા મહાકુંભ કાર્યક્રમ યોજાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-09-02 16:37:48
  • Views : 363
  • Modified Date : 2022-09-02 16:37:48


વિદ્યાર્થીઓ ભણતરની સાથોસાથ વિવિધ પ્રવૃત્તિઓ વિશે જાણતા થાય તે માટે દર વર્ષે સરકાર દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હોય છે ખાસ કરીને ગ્રામીણ વિસ્તારના બાળકો શહેરી વિસ્તારના બાળકોની જેમ દરેક પ્રવૃત્તિઓમાં આગળ વધે તે માટે દર વર્ષે સરકાર દ્વારા લાખો કરોડો રૂપિયા ના ખર્ચે કાર્યક્રમો કરવામાં આવતા હોય છે જે અંતર્ગત વિદ્યાર્થીઓ અભ્યાસની સાથે સાથે કલા વિશે જાગૃત થાય તે માટે સરકાર દ્વારા કલા મહાકુંભનું આયોજન કરવામાં આવી રહી છે જે પ્રમાણે આજની યુવા પેઢી પ્રાચીન સંસ્કૃતિને ભૂલતી જાય છે તેને ફરીથી ઉજાગર કરવા માટે સરકાર દ્વારા આ વર્ષે પણ કલા મહાકુંભ 2022 નું આયોજન કરવામાં આવ્યું હતું જે અંતર્ગત આજે ડીસા તાલુકા કક્ષાની કલા મહાકુંભ સ્પર્ધાનું આયોજન ડીસાની સરસ્વતી સ્કૂલ ખાતે કરવામાં આવ્યું હતું જેમાં ડીસા તાલુકાની અલગ અલગ શાળાઓમાંથી 500 થી પણ વધુ વિદ્યાર્થીઓએ અલગ અલગ કૃતિઓમાં ભાગ લીધો હતો જેમાં કલા મહાકુંભ અંતર્ગત 15 કૃતિઓ રજૂ કરવામાં આવી હતી જેમાં 6 થી 14  વર્ષ, 15 થી 20 વર્ષ તેમજ 21 થી 59 વર્ષેના લોકો પણ કલા મહાકુંભમાં ભાગ લઈ પોતાનામાં રહેલ સુસુપ્ત શક્તિઓ આધારે પ્રદર્શન કર્યું હતું. સાથોસાથ જે પ્રમાણે આજે પ્રાચીન સંસ્કૃતિ લોકો ભૂલી રહ્યા છે તેને ઉજાગર કરવા માટે નાની બાલીકાઓ દ્વારા પ્રાચીન ગરબાઓ પણ રજૂ કરવા માં આવ્યા હતા. સાથોસાથ ભારતીય સંસ્કૃતિ પ્રમાણે અનેક કૃતિઓ આજે આ કલા મહાકુંભમાં રજૂ કરવામાં આવ્યા હતા આજે યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો

 

Download Our B K News Today App



Related News