સરહદી વાવ પંથકમાં કાળઝાળ ગરમીમાં મૂંગા પશુઓ,વન્યજીવોનું અસ્તિત્વ જોખમમાં

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-07 06:21:39
  • Views : 498
  • Modified Date : 2019-04-07 06:21:39

બનાસકાંઠા જિલ્લાની
આંતરરાષ્ટ્રીય સરહદને અડીને આવેલા વાવ અને સુઈગામ
પંથકમાં ઉનાળાના પ્રારંભે જ ગરમીનો પારો ૪૫ ડિગ્રીને પાર પહોંચતા માણસોને ગરમીમાં બહાર નીકળવું પણ મુશ્કેલ બન્યું છે. ત્યારે રણમાં વસવાટ કરતાં પશુ,પક્ષીઓ સહિત વન્ય પ્રાણીઓની ઉનાળાની કાળઝાળ ગરમીમાં પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવું મુશ્કેલ બન્યું છે. ત્યારે વાવ સુઈગામ નેશનલ હાઈવે કસ્ટમ રોડને અડીને આવેલા ગામડાઓમાં પણ ગરમીનું પ્રમાણ ચિંતાજનક રીતે વધતાં લોકો બપોરના સમયમાં ઘરની બહાર નીકળતાં નથી. તો વળી ગરમીથી રાહત મળે તે માટે લોકો શેરડીનો રસ, આઈસ્ક્રીમ, ઠંડુંપીણું જેવાં અનેક અવનવા નુસખાઓ આપનાવે છે.
સરહદી દૈયપ રણ વિસ્તારમાં પણ પીવાના
પાણીના અભાવે પશુઓ અને વન્ય પ્રાણીઓની હાલત અત્યંત દયનિય બની જવા પામી છે. ત્યારે જવાબદાર તંત્ર દ્વારા
પીવાનાં પાણીની વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. ઉનાળાના પ્રારંભે જ સરહદી વાવ વિસ્તારમાં કાળઝાળ ગરમીમાં લોકો અને પશુઓને ૪૫ થી ૫૦ ડીગ્રી તાપમાનનો અહેસાસ થાય છે. ત્યારે સરહદી વિસ્તારમાં
પર્યાવરણ પ્રેમીઓની માંગ છે કે વધુને વધુ વૃક્ષો વાવવા જોઈએ. જેથી પર્યાવરણને પણ ફાયદો થાય.

Download Our B K News Today App



Related News