થરા બિનસચિવાલયની પરીક્ષા આપી ઘરે જતી ખીમતની યુવતીને કાળભરખી ગયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-18 10:58:35
  • Views : 887
  • Modified Date : 2019-11-18 10:58:35

રવિવારે રાજયમાં બિન સચિવાલયવર્ગ-૩ની પરીક્ષા યોજાઈ. જેમાં રાજયના આઠ લાખથી વધુ પરીક્ષાર્થીઓએ
પોતાના અભરખા આ વખતે ચોકકસ પુરા થશે તેવા અરમાન સાથે પરીક્ષા આપી. કાંકરેજ તાલુકાના થરા ખાતે ચાર પરીક્ષા કેન્દ્રો ખાતે જિલ્લાના જુદાજુદા વિસ્તારના ઉમેદવારો પરીક્ષા આપી બપોરે બે વાગ્યા બાદ
પોતાના ઘરે જવા નિકળ્યા હતા. તે પૈકી ખીમત ગામની ૨૨ વર્ષની વિદ્યાર્થીની માયાબેન સુથાર થરા બિન સચિવાલયની પરીક્ષા આપી ઘરે તેના ભાઈ સાથે  બાઇક પર જઈ રહી હતી. ત્યારે કાંકરેજના ચેખલા બસ સ્ટેશન પાસે બાઇકની પાછળ કાળ મુખી કંટેનરટ્રકે ટક્કર મારતા માયાબહેન સુથાર તથા તેનો ભાઈ પટકાયા હતા. જેને તાત્કાલિક શિહોરી સરકારી હોસ્પિટલમાં લઈ જઈ સારવાર કરી ગંભીર ઈજા જણાતાં વધુ સારવાર માટે પાટણ રીફેર કરાયા હતા. પણ રસ્તામાં જ માયાબહેન સુથારનું પ્રાણપંખેરું ઉડી જતાં મોત થતા મૃતદેહને
પાછા શિહોરી સરકારી
હોસ્પિટલમાં પી.એમ. માટે લાવ્યા હતા. જ્યારે ટ્રક મૂકીને ડ્રાઈવર ફરાર થઈ ગયો હતો. શિહોરી પોલીસ અકસ્માત ગુનો નોંધી વધુ તપાસ ચલાવી રહી છે.

Download Our B K News Today App



Related News