લગ્નની ખરીદી કરી પરત ફરતા પરિવારના યુવકને કાળ ભરખી ગયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-06-07 11:02:18
  • Views : 572
  • Modified Date : 2019-06-07 11:02:18

પાલનપુર તાલુકાના હાથીદ્રા ગામ નજીક ગુરૂવારે બાઈક અને બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો.જેમાં બાઈક ઉપર સવાર એક યુવકનું મોત નિપજ્યું હતુ. તેમજ બે મહિલાઓને ઈજાઓ થતા પાનલપુરની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. આ પરિવાર લગ્નની ખરીદી કરી પોતાના ગામ પરત ફરતો હતો ત્યારે અકસ્માત સર્જાયો હતો. જેમાં યુવકના મોતથી પરિવારમાં શોકની કાલીમાપ્રસરી ગઇ હતી. બનાસકાંઠામાં અકસ્માતોનું પ્રમાણ દિન પ્રતિદિન વધી રહ્યું છુ. જેમાં વાહનચાલકોની સામાન્ય બેદરકારીના કારણે કેટલાંક લોકોને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવતો હતો છે. તેવો બનાવ પાલનપુર તાલુકના હાથીદ્રા ગામ નજીક બન્યો હતો. જેમાં હાથીદ્રા ગામે રહેતા એક પરિવારના ઘરે લગ્નનો પ્રસંગ હોવાથી બાઈક ઉપર પાલનપુર ખરીદી કરવા માટે આવ્યા હતા. તેઓ ખરીદી કરીને ઘરે પરત જઇ રહ્યા હતા. તે સમયે હાથીદ્રા ગામ નજીક બાઈક અને બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાવનસિંહ દેવુસિંહ ડાભીનું ઘટનાસ્થળે મોત નિપજ્યુ હતું. તેમજ મધુબા દેવુસિંહ ડાભી અને કંકુબા સારદુસિંહ ડાભીને ઈજાઓ થઈ હતી.જેના પગલે ઘટના સ્થળે લોકોના ટોળે-ટોળા એકત્ર થઈ ગયા હતા અને ૧૦૮જાણ કરવામાં આવી હતી.જેથી સ્ટાફના ઈએમટી ભાવિન લોઢા અને પાયલટ મહેન્દ્રભાઈ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.  ઈજાગ્રસ્તોને પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતમાં યુવકના મોતથી પરિવારમાં શોક છવાયો હતો


Download Our B K News Today App



Related News