કાંકરેજ તાલુકામાં સાર્વત્રિક મેધરાજાની મહેરથી ખેડૂતો-પશુપાલકોમાં આનંદનું મોજુ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-30 11:58:14
  • Views : 446
  • Modified Date : 2019-07-30 11:58:14

રવિવારે સાંજના સાત વાગ્યા પછી હવામાનમાં પલટોને ધીમીધારે તોફાની પવનો સાથે મેધરાજાની પધરામણી થતાં સમગ્ર કાંકરેજ તથા આજુબાજુના વિસ્તારમાં ખેડૂતો-પશુપાલકોમાં આનંદનુ મોજુ ફરી વળ્યુ હતું. સોમવારના સવારના છ વાગ્યા સુધીમાં ૩૪ મીમી જેટલો વરસાદ પડતાં અને ઝરમર વરસાદ ચાલુ રહેતા  પાકોને જીવતદાન મળ્યુ હતું. અઠવાડીયા-દસ દિવસમાં પશુઓ માટે ચરીયાણ તૈયાર થતાં ધાસચારાની ચિંતા ટળી છે. તો મંદીનો માહોલ ભોગવી રહેલા વેપારીઓમાં આશાના કિરણો ફુટયા હતા કે હવે ઘરાકી વધશે. કાળઝાળ ગરમી બફારાથી ત્રસ્ત લોકોએ ઠંડકની અનુભુતી સાથે પશુ-પંખીઓમાં પણ વરસાદી માહોલનો આનંદ જોવા મળતો હતો. કાંકરેજ તાલુકાના વેપારી મથક થરા પાલિકા વિસ્તારમાં પ્રિ-મોન્સુન પ્લાન બાબતે વરસાદી પાણીના વ્હેણ અને સર્વિસ રોડની ગટરોની સફાઇ નહી થતાં ભારે વરસાદ થાય તો નુકસાનીની ભિતિ સેવાઈ રહી છે. થરા પાલિકાવિસ્તારમાં સર્વિસ રોડ પર વગર વરસાદે બે મોટા ભુવા પડયા હતા અને હવે કયાં ભુવા પડશે ને કોનો ભોગ લેશે તે બાબતે દહેશત જોવા મળતી હતી. થરા પાલિકા કે નેશનલ હાઇવે ઓથોરિટી પાંચ વર્ષથી સફાઇ નહીં કરેલી ગટરોના ઢાંકણા ખોલી સફાઇ કરાવે તેવી લોકમાંગ છે. ચોમાસુ જામશે તો ગટરના ગંદા પાણી ઠેર-ઠેર ફરી વળશે ! પ્રાંત અધિકારી ડીસા, કલેકટર પાલિકાતંત્રની ઢીલાશ કેમ તે બાબતે તપાસ કરશે ? 


 

Download Our B K News Today App



Related News