તળાવમાં નાહવા ગયેલ કાકરનો યુવાન લાપતા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-02-26 11:21:02
  • Views : 365
  • Modified Date : 2020-02-26 11:21:02

કાંકરેજ કાંકર ગામનો એક ૨૫ વર્ષીય યુવક ગામના ગુંદરે આવેલ તળાવમાં નાહવા ગયો હતો. ત્યારે અચાનક ઊંડા
પાણીમાં ગરકાવ થઈ જતાં શોધખોળ હાથ ધરવામાં આવી હતી. પાણીમાં ડૂબવા લાગ્યો હતો ત્યારે આજુબાજુમાં કોઈ ન હોવાથી મોતને ભેટ્યો. સ્થાનિક તરવૈયા દિનેશભાઈ ચૌધરી ચાંગા દ્વારા દિનેશ જયચંદ રાવળ ઉંમર લગભગ ૨૫ વર્ષ મૂળ કાંકરેજ તાલુકાના કાકરનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. ગામલોકોએ તાત્કાલિક
કાંકરેજ મામલતદાર કચેરીએ અને શિહોરી પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. ત્યારે પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી. ગામના સરપંચ ચેનાજી ઠાકોરે શિહોરી પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી.મોડા સુધી શોધખોળ ચાલુ છે ત્યારે હજુ સુધી કોઈ પત્તો લાગ્યો નથી પરંતુ તંત્ર તરફથી તમામ પ્રકારની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Download Our B K News Today App



Related News