દિલ્હી ચૂંટણી કેજરીવાલ દ્વારા ઉમેદવારી નોંધાવાઇ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-01-22 14:33:01
  • Views : 465
  • Modified Date : 2020-01-22 14:33:01

દિલ્હી વિધાનસભાની ચૂંટણીને લઇને ગરમી ચરમસીમા પર પહોંચી ચુકી છે. આ રાજકીય ગરમીની વચ્ચે આજે દિલ્હીના મુખ્યપ્રધાન અરવિન્દ કેજરીવાલે પોતાની ઉમેદવારી નોંધાવી હતી. કેજરીવાલ સવારમાં પરિવારના તમામ સભ્યો અને નજીકના સમર્થકો સાથે ઉમેદવારી પત્ર ભરવા માટે સંબંધિત ઓફિસમાં પહોંચી ગયા હતા. ગઇકાલે સોમવારના દિવસે રોડ શો દરમિયાન સમયસર ન પહોંચવાના કારણે ઉમેદવારી પત્ર ભરી શક્યા ન હતા. જા કે આજે નામ નોંધવવાના છેલ્લા દિવસે કેજરીવાલે ઉમેદવારી નોંધાવી હતી. કેજરીવાલ ફરી એકવાર દિલ્હીમાં સત્તામાં વાપસી કરવા માટે આશાવાદી છે. પરિવારની સામે કેજરીવાલ સવારે ઓફિસ પહોંચી ગયા હતા. કેજરીવાલે કહ્યુ હતુ કે તેમના હેતુ ભ્રષ્ટાચારને હરાવવા અને દિલ્હીને આગળ લઇ જવાનો રહ્યો છે. તેમનો ઇરાદો કેજરીવાલને પરાજિત કરવાનો રહેલો છે. નવી દિલ્હી સીટ પરથી કેજરીવાલે ઉમેદવારી નોંધાવી હતી. કેજરીવાલની સામે કોંગ્રેસ અને ભાજપને યોગ્ય ઉમેદવાર મળી રહ્યા નથી.  અરવિંદ કેજરીવાલે ગઇકાલે રોડ શો કરીને તેમની તાકાતનો પરિચય આપ્યો હતો. સમર્થકોને સંબોધતા કેજરીવાલે  કહ્યું હતું કે, તેઓ લોકોને મળતા આગળ વધ્યા હતા. 


Download Our B K News Today App



Related News