ડીસા ખાતે કાજલ મહેરીયાનો રોડ શો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-21 05:31:41
  • Views : 452
  • Modified Date : 2019-04-21 05:31:41

બનાસકાંઠા જિલ્લામાં ઉનાળાની ગરમીની સાથે સાથે રાજકીય ગરમી પણ વધતી જઇ રહી છે. ત્યારે આજે ડીસા ખાતે ગુજરાતી ગાયક કલાકારે રોડ શો યોજી ભારતીય જનતા પાર્ટી માટે મત માંગ્યા હતા.
આજે ડીસામાં ધોમધખતી ગરમીમાં પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોમાં ગજબનો ઉત્સાહ જોવા મળ્યો હતો. બનાસકાંઠા જિલ્લામાં લોકસભા ચૂંટણીનો પ્રચાર પ્રસાર હવે અંતિમ તબક્કામાં પહોંચી રહ્યો છે અને આગામી ૨૩મી એપ્રિલના ગુજરાતની ૨૬ લોકસભા બેઠક પર મતદાન થનાર છે ત્યારે દરેક રાજકીય
પક્ષ પ્રચાર પ્રસારમાં એડીચોટીનો જોર લગાવી રહ્યો છે. ત્યારે આજે ડીસા ખાતે ગુજરાતી ગાયક કલાકાર કાજલ મહેરીયાનો ભારતીય જનતા
પાર્ટી તરફથી મત માંગવા માટે રોડ શો યોજ્યો હતો. ડીસા શહેરના સાંઈબાબા મંદિરથી શરૂ થયેલા આ રોડ શોમાં વિશાળ સંખ્યામાં લોકો જોડાયા હતા અને કાજલ મહેરીયાની એક ઝલક નિહાળવા માટે ઉમટી
પડ્‌યા હતા. ડીસાના સાંઈબાબા મંદિરથી શરૂ થયેલો આ રોડ શો એસ.સી.ડબલ્યુ.હાઈસ્કૂલ
પહોંચ્યો હતો અને આ રોડ શોમાં ચાલીસ ડિગ્રી ગરમીમાં
પણ ભાજપના કાર્યકરોનો ઉત્સાહ ચરમસીમા પર જોવા મળ્યો હતો. કાજલ મહેરીયાના આ રોડ શો બાદ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોમાં ઉત્સાહ બમણો થઈ ગયો છે.

Download Our B K News Today App



Related News