બી.કે.ન્યૂઝ ઈમ્પેકટ નેશનલ હાઈવેમાં થયેલા દબાણો પોલીસ કાફલા સાથે તંત્રએ હટાવ્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-24 11:18:38
  • Views : 502
  • Modified Date : 2020-12-24 11:18:38

થરાદ ખાતે માર્કેટ યાર્ડથી લઈને થરાદ રેફરલ હોસ્પિટલ ઉપર આવેલા નેશનલ હાઈવેની બન્ને બાજુમાં વેપારીઓ દ્વારા
પોતાના માલસામાનનો ખડકલો કર્યો હતો તેમજ નાના
વેપારીઓએ પોતાના કેબીન નાખી ધંધો ચલાવતા હતા. પરંતુ  નેશનલ હાઈવે હોવાથી માર્ગ ઉપર ભારે વાહનો તેમજ કસ્ટમના વાહનોને ચાલવામાં ભારે ટ્રાફિકની સમસ્યા સર્જાતી હતી. જેને લઈને અકસ્માતની ઘટનાઓ બનતી હતી.  આ અંગે બી.કે.ન્યૂઝ દૈનિકમાં  અહેવાલ છપાયો હતો. જે ધ્યાને લઇને થરાદ કલેકટર વી.સી બોડાણાએ મામલતદારને સાથે રાખી નગરપાલિકા તેમજ હાઇવે ઓથોરિટીની જાેડે મિટિંગ યોજી હતી. હાઇવે ઓથોરિટી દ્વારા તમામ
વેપારીઓને  દબાણ હટાવવા  નોટિસ આપવામાં આવી હતી.  નોટિસમાં  બુધવાર સુધી તમામ દબાણ હટાવવી દેવા નહિ હટાવવામાં આવે તો બુધવારે જીસીબી દ્વારા જે તે માલસામાનને નુકસાન પહોંચે તેની જવાબદારી તમારી રહેશે. આજે બે દિવસ પછી  હાઈવે ઓથોરિટી અધિકારી
સી.જી પટેલ, નાયબ કલેકટર વી.સી. બોડાણા, મામલતદાર દિલીપભાઈ દરજી, નગર
પાલિકા ચીફ ઓફિસર પંકજ બારોટ, સર્કલ હિતેશભાઈ ભરવાડ અને પોલીસના કાફલા સાથે દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી હતી. જેમાં વેપારીઓએ ક્યાંક રકજક તો ક્યાંક શાંતિપૂર્ણ સ્વેચ્છાએ દબાણ હટાવી લીધા હતા અને હાઈવે રોડની બંને બાજુના દબાણો દૂર કરી જગ્યા  ખુલ્લી કરવામાં આવી હતી.

Download Our B K News Today App



Related News