કાફલો અટકાવતાં ધરણાં પર બેઠી પ્રિયંકા ગાંધી, જિલ્લામાં ધારા 144 લાગૂ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-19 18:08:38
  • Views : 481
  • Modified Date : 2019-07-19 18:08:38

ઉત્તર પ્રદેશના સોનભદ્ર જિલ્લાના ઘોરાવલ કોતવાલી ક્ષેત્રમાં ઉભ્ભા ગામમાં ભૂમિ વિવાદને લઇને થયેલા ગોળીબાર બાદ કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી પીડિતોની મુલાકાત કરવા પહોંચી હતી. ત્યાં બીએચયૂના ટ્રામા સેન્ટર હોસ્પિટલ જઇને પ્રિયંકાએ સોનભદ્ર હત્યાકાંડમાં ગંભીર રૂપથી ઘાયલ લોકોને એમની હાલત જાણી. ત્યારબાદ એ સોનભદ્ર જવા માટે એનો કાફલો આગળ નિકળ્યો હતો. મિર્ઝાપુર જિલ્લાના નારાયણપુરમાં કમિશ્નર મિર્ઝાપુરના નિર્દશ પર પ્રિયંકા ગાંધીનો કાફલો રોકી દેવામાં આવ્યો. ત્યારબાદ એ મિર્ઝાપુરની નારાયણપુર પોલીસ ચોકીની સામે રસ્તા પર ધરણા કરવા બેસી ગઇ. સોનભદ્ર જિલ્લાધિકારીએ ધારા 144નો હવાલો આપ્યો છે. કાફલો રોકવા પર પ્રિયંકા ગાંધીએ કહ્યું કે એ માત્ર સોનભદ્ર ફાયરિંગ મામલે પીડિતોના પરિવારને મળવા ઇચ્છે છે. મે એટલે સુધી કહ્યું કે મારી સાથે માત્ર 4 લોકો જ આવશે. તેમ છતાં પ્રશાસન અમને ત્યાં જવા દેતી નથી. અમને કહેવું જોઇએ કે અમને તેમ રોકવામાં આવી રહ્યા છે? અમે અહીંયા શાંતિથી બેઠા રહીશું. સોનભદ્ર જિલ્લાના ઘોરાવલ કોતવાલી ક્ષેત્રના ઉભ્ભા ગામમાં જમીન વિવાદને લઇને થયેલા ગોળીબાર બાદ ખાનગી એજન્સીઓથી જિલ્લા પ્રશાસને ઇનપુટ મળ્યા હતા કે કેટલાક નેતા ઘટનાસ્થળ પર પહોંતીને માહોલને બગાડવાનો પ્રયકત્ન કરવાના છે. એ જોતા જ ડીએમએ જિલ્લામાં 144 લાગૂ કરી દીધી છે. યૂપી વિધાનસભામાં હંગામોવિધાનસભામાં શુક્રવારે પણ સોનભદ્ર મુદ્દા પર હોબાળો થયો હતો. સદન શરૂ થતા જ વિપક્ષીઓએ સરકારની વિરુદ્ધ નારેબાજી શરૂ કરી. તો મુખ્યમંત્રીએ સદનને સંબોધિત કરતા કહ્યું કે સોનભદ્ર મામલાની તપાસ કમિટી કરાવવામાં આવશે. 

Download Our B K News Today App



Related News