પાટણ સીટી પોલીસની ધારા ૧૪૪ નો ભંગ કરતા લોકો સામે કડક કાર્યવાહી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-04-09 11:54:59
  • Views : 511
  • Modified Date : 2020-04-09 11:54:59

કોરોના વાયરસના પગલે દેશમાં લોકડાઉન સાથે ધારા ૧૪૪ જાહેર કરવામાં આવી છે. દેશભરમાં તમામ હાઇવે સીટી અને બજારોમાં સંન્નાટો ફેલાઇ જવા પમ્યો છે. ત્યારે પાટણ શહેર ખાતે કેટલાક બાઇક ચાલકો સામે જાહેરનામાનો ભંગ કરવા બદલ પાટણ સીટી
પીએસઆઈ સુરેશદાન ગઢવી દ્વારા કાયદેસરના પગલાં ભરવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. લોકડાઉનના ૧પ માં દિવસે  ટી.બી. ત્રણ રસ્તા ખાતે લોકો
પાસનો  ગેરલાભ ઉઠાવી રહયા છે. શહેરમાં કામ સિવાય ઘરની બહાર લોકો વાહનો લઇને નીકળશે તો હવે પોલીસ દ્વારા કડક કર્યાવહી સાથે દંડ કરવામાં આવશે. આ ઉપરાંત જો કોઇ બાઇક ચાલક તેમજ કોઇ પણ વાહન ચાલક કામ સિવાય  બજારોમાં હાઇવે રસ્તાઓમાં ફરતા માલુમ પડશે તો મોટરસાઇકલ તથા ગાડી અન્ય વાહન ડીટેઇન કરવામાં આવશે. જેને પગલે પાટણ
પોલીસે હાઇવે પર પસાર થતા તમામ વાહનનું સઘન ચેકીગ હાથ ધર્યુ હતુ.
તેમજ લોકો લોકડાઉન સમયે જે લોકો ખોટી રીતે જુના મેડિકલ બીલો અને ડોક્ટરની ફાઇલ સાથે રાખી બહાર નીકળતા લોકો  જે સાચા છે કે ખોટા તે ખરેખર દર્દી છે કે નહીં તે બાબતે પૂરતી ચકાસણી કરી નિયમ ભંગ કરનાર લોકોના ડોક્યુમેન્ટ ચેક કરી જેતે
હોસ્પિટલના ડોકટર નો કોન્ટેક કરી સત્ય ચકાસવાની તેમજ લોકડાઉનનો ભંગ કરનાર બાઈક  ચાલકો વગર કામે ઘરની બહાર નીકળશે તો પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે દંડ ફ્‌ટકારવામાં આવે તેમ છતાં હાલના સમયે પાટણ જિલ્લામાં લોકડાઉન સારી પરિસ્થિતિ હોવાનું પાટણ સીટી
પીએસઆઈ ગઢવીએ જણાવ્યું હતું.

Download Our B K News Today App



Related News