ડીસામાં લોકડાઉનને લઈ પોલીસ દ્વારા કડક કાર્યવાહી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-29 11:49:15
  • Views : 780
  • Modified Date : 2020-03-29 11:49:15

સમગ્ર દેશમાં મહામારી કોરોના વાયરસના કારણે   લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. કોરોના વાયરસ વધુ ન ફેલાય તેના માટે લોકોને ઘરની  બહાર નીકળવા પર પ્રતિબંધ કરવામાં આવ્યો છે. પણ લોકો ઘરની બહાર નીકળતા પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે.
કોરોના વાઈરસના કારણે ડીસા શહેરમાં લોકડાઉનનો ચોથો દિવસ છે. સરકાર દ્વારા લોકોને ઘરની બહાર ન નીકળવા અપીલ કરી. તો બીજી તરફ ડીસામાં પોલીસ દ્વારા પણ અપીલ કરવામાં આવી રહી છે. પણ લોકો વગર કામે પોતાના વાહનો લઈ શહેરમાં ફરવા નીકળતા નજરે પડયા હતા. ત્યારે  ડીસા પોલીસ દ્વારા બજારમાં વગર કામે ફરતા લોકોને થોભાવી પૂછપરછ કરી કામથી આવેલા લોકોને તપાસી અને વગર કામે નીકળતા લોકોને થોભાવી દંડ ફટકાર્યા હતો.  લોકોને કોરોના વાઈરસ સામે રક્ષણ મળે તે માટે ઘરની બહાર ન નીકળવા અપીલ કરી હતી.

Download Our B K News Today App



Related News