ગાંધીનગર શહેરમાં પ્રવેશવા માટેના તમામ માર્ગો પર કડક ચેકીંગ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-05-03 11:41:25
  • Views : 513
  • Modified Date : 2020-05-03 11:41:25

ગાંધીનગર શહેરી વિસ્તારમાં કોરોના વાયરસનું સક્રમણ ઘટાડવા માટે અનેક
પગલા વહીવટી તંત્ર દ્વારા લેવામાં આવ્યા છે. જેમાં ગાંધીનગર શહેરમાં પ્રવેશવા માટેના તમામ માર્ગો પર કડક ચેકીંગનો આરંભ કરી દેવામાં આવ્યો છે.
રાઉન્ડ કલોક ગાંધીનગરમાં પ્રવેશવાના ચ, ધ અને જ માર્ગ પર સતત પોલીસ દ્વારા ચેકીંગ કરવામાં આવે છે. તેમજ કડક લોકડાઉનની અમલવારી માટે
પોલીસ દ્વારા રાઉન્ડ ધ કલોક નગરના વિવિધ માર્ગો પર ફરતા લોકોને રોકીને ઘરમાં રહેવા માટે અપીલ કરવામાં આવે છે. કયાંક કડક હાથે પગલા પણ લેવામાં આવી રહ્યા છે.
સાંજના અને રાત્રિના સમયે નગરના આંતરિક માર્ગો પર ફરતા લોકોને પણ પોલીસ દ્વારા ઘરમાં રહેવા જણાવવામાં આવે છે. તે ઉપરાંત ગાંધીનગરના સેકટર-૩/સી, સેકટર-૩/ન્યુ, સેકટર- ૨/બી, સેકટર-૭/ડી, સેકટર-૮/બી, સેકટર-૧૩/બી , સેકટર-૨૪ જેવા સેકટરોને કન્ટેનમેન્ટ એરિયા જાહેર કરી ત્યાં પોલીસ નાકાબંધી કરી દેવામાં આવી છે.
આ ઉપરાંત ગાંધીનગરના ચ-૭ સર્કલ પાસે ડી.વાય.એસ.પી. એમ.જે.સોલંકી અને તેમની ટીમ દ્વારા વાહન ચેકીંગ કરવામાં આવ્યું હતું. તે ઉપરાંત ગાંધીનગર સેકટર- ૩ ના વિવિધ વિસ્તારમાં સેનીટાઈઝરનો છંટકાવ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી રહ્યો છે.
 

Download Our B K News Today App



Related News