બનાસકાંઠામાં કાચુ સોનુ વરસ્યું ધરતીપુત્રો ખુશખુશાલ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-10 11:05:53
  • Views : 626
  • Modified Date : 2019-08-10 11:05:53

બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદની આગાહી વચ્ચે ગુરુવારે રાત્રિથી વરસાદ શરૂ થયો છે. જ્યાં શુક્રવાર સાંજ સુધીમાં અમીરગઢ, દાંતીવાડા અને વડગામમાં અઢી ઇંચ
ઉપરાંત જ્યારે પાલનપુર સહિતના વિસ્તારોમાં એક થી દોઢ ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. જિલ્લામાં કાચા સોના સમાન સર્વત્ર વરસાદ પડતાં ખેડૂતોમાં આનંદ પ્રસરી ગયો છે.  
બનાસકાંઠા જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા પુનઃ તારીખ ૯, ૧૦ અને ૧૧ ઓગસ્ટની ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જે મુજબ ગુરૂવારે રાત્રેથી વરસાદ શરૂ થયો હતો. જ્યાં શુક્રવારે સાંજ સુધીમાં અમીરગઢમાં સૌથી વધુ ૭૦ એમએમ વરસાદ ખાબકયો હતો.  વરસાદના
પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા.
આ ઉપરાંત દાંતીવાડા અને વડગામ વિસ્તારમાં પણ બે થી અઢી ઇંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે પાલનપુર દોઢ, કાંકરેજ સવા ઇંચ તેમજ અન્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટા
પડ્‌યા હતા. વરસાદને પગલે ખેતીના પાકોને જીવતદાન મળી ગયુ છે. જેના પગલે ધરતીપુત્રોમાં આનંદ પ્રસરી જવા પામ્યો છે.

Download Our B K News Today App



Related News