કચ્છમાં ‘વાયુ’ની અસર દરિયામાં કરંટ, હાલ ભારે પવન સાથે અનેક વિસ્તારોમાં અતિથી અતિ ભારે વરસાદ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-06-17 12:11:15
  • Views : 585
  • Modified Date : 2019-06-17 12:11:15

કચ્છના અબડાસા, માંડવી અને ભુજ સહિતના વિસ્તારમાં ઝરમર વરસાદ પડી રહ્યો છે. વાયુની અસર કચ્છના પીગલેશ્વરનાં દરિયામાં જોવા મળી હતી. ભારે પવનોના કારણે દરિયામાં કરંટ જોવા મળ્યો હતો. હાલ દરિયામાં ઉંચા મોઝા ઉછળી રહ્યા છે.વાયુ વાવાઝોડોના ખતરો ગુજરાત પરથી હટી ગયો હતો, પરંતુ વાયુ વાવાઝોડું યુ ટર્ન મારીને ફરી એકવાર ગુજરાત તરફ આવી રહ્યું છે. ભલે તેની તીવ્રતા ઘટી રહી છે. પરંતુ હજુપણ ખતરો તોળાઈ રહ્યો છે. વાયુ વાવાઝોડાની અસર હાલ કચ્છમાં જોવા મળી રહી છે. હાલ કચ્છના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. કચ્છમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ઝરમર વરસાદ પડી રહ્યો છે.વાયુ વવાઝોડાને પગલે માંડવીમાં સવારથી વાદળછાયું વાતાવરણ વચ્ચે પવન ફૂંકાઈ રહ્યો છે. માંડવીમાં વરસાદી છાંટા પણ શરૂ થયા છે. વાવાઝોડાના પગલે આજે સાંજ સુધી ભારે પવન સાથે વરસાદ પડે તેવી શક્યતા છે. હાલ સૌરાષ્ટ્ર કચ્છના દરિયાઈ વિસ્તારમાં કરંટ જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ, અબડાસામાં પણ પવન સાથે વરસાદનું આગમન થયું છે.આજે બપોર કે સાંજ સુધીમાં ડીપ ડીપ્રેશન ફેરવાયેલ વાયુ નામનું વાવાઝોડું કચ્છના દરિયાકાંઠે ટકરાય તેવી શક્યતા છે. વાયુ વાવાઝોડા શક્યતા લઈને કચ્છનું વહીવટી તંત્ર સાબદું બન્યું છે. પાંચ એનડીઆરએફ ટીમ સ્ટેન્ડબાય રાખવામાં આવી છે અને જરૂર જણાય તો દરિયાકાઢા વિસ્તાર ગામના લોકોનું સ્થળાંતર માટેની તમામ તેયારી પૂર્ણ કરી લેવામાં આવી છે. વાયુ વાવાઝોડા લઈને વહીવટી તંત્ર અને ડીઝાસ્ટર વિભાગ સંપૂર્ણ સજ્જ છે.અત્યારે વાવઝોડું દ્વારકાથી દક્ષિણ પશ્ચિમમાં 440 કિલોમીટર દૂર છે. જ્યારે ભુજથી દક્ષિણ પશ્ચિમમાં 580 કિલોમીટર દૂર છે. વાયુ વાવાઝોડું સાયક્લોનિક સ્ટોર્મમાં ફેરવાઈ આજે કચ્છના દરિયાકાંઠે ટકરાવાનું છે. રાજ્યના વિવિધ વિસ્તારોમાં વાયુ વરસાદ તાણી લાવશે.

Download Our B K News Today App



Related News