ડીસા મામલતદાર કચેરીમાં હંગામો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-04-04 11:28:08
  • Views : 483
  • Modified Date : 2020-04-04 11:28:08

કોરોના વાયરસ સામેની લડાઈમાં ગરીબ લોકોને રાશન મળી રહે તે માટે ગુજરાત સરકાર દ્વારા ૧ એપ્રિલથી સસ્તા અનાજની દુકાનો પરથી રાશન આપવાનું શરૂ કરાયું છે. ત્યારે  ડીસા મામલતદાર કચેરીમાં મહિલાઓએ રાશનકાર્ડમાં સિક્કો કરાવવા માટે હંગામો મચાવ્યો હતો.
દરેક રાજ્યમાં ગરીબ લોકોને સમયસર અનાજ મળી રહે અને લોકો હાલ પૂરતું
઼પોતાના પરિવારનું ગુજરાન ચલાવી શકે તે માટે ગુજરાત સરકાર દ્વારા ૧ એપ્રિલથી સસ્તા અનાજની દુકાનો પરથી રાશન આપવાનું શરૂ કરાયું છે. લોકડાઉનના કારણે સરકાર દ્વારા સસ્તા અનાજની દુકાનો પર છેલ્લાં બે દિવસથી રાશનનું વિતરણ કરવામાં આવી રહ્યુ છે. ત્યારે બીપીએલ અને અંત્યોદય સિવાયના કાર્ડધારકોને રાશન ન અપાતું હોવાથી સવારથી જ મામલતદાર કચેરી ખાતે મહિલા સહિત
કાર્ડધારકોની લાંબી કતારો લાગી હતી. મહિલાઓ રેશનકાર્ડમાં સિક્કા મરાવવા આક્રમક બની હતી. જો કે,
પુરવઠા મામલતદાર દ્વારા નેશનલ ફૂડ સીક્યોરિટી એકટ સિવાયના કાર્ડધારકોને અનાજ મળવાપાત્ર નથી તેમ જણાવતા મહિલાઓ આક્રમક બની હતી. મામલતદાર કચેરીના કંમ્પાઉન્ડમાં કાર્ડધારકોના ટોળેટોળાં ઉમટી પડતા સોશિયલ ડિસ્ટન્સ અને કલમ ૧૪૪ નો સરેઆમ ભંગ જોવા મળ્યો હતો. ત્યારે ડીસા શહેર ઉત્તર પોલીસ ઘટના સ્થળે દોડી આવી મહિલાઓ અને
કાર્ડધારકોને સમજાવીને રવાના કરતા મામલો થાળે પડયો હતો.


Download Our B K News Today App



Related News