ડીસા પોસ્ટ ઓફિસના કેશિયરને કોરોના પોઝિટિવ આવતા કચેરી બે દિવસ બંધ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-30 11:29:27
  • Views : 696
  • Modified Date : 2020-07-30 11:29:27

કોરોનાને લઈને પાલનપુર- ડીસા સહિત જિલ્લાના ગામોમાં પણ સંક્રમણ વધી રહ્યું છે. જેને લઇ કોરોના સંક્રમિત દર્દીઓને પાલનપુર અને ડીસાની હોસ્પિટલમાં સારવાર અપાઇ રહી છે. જેમાં સાજા થતા દર્દીઓને ડિસ્ચાર્જ પણ અપાઈ રહ્યા છે. જોકે કોરોના સંક્રમણનો ભય હજુ ઓછો થયો નથી. ત્યાંજ ડીસા શહેરમાં આવેલી પોસ્ટ ઓફિસમાં કેશિયર કોરોના સંક્રમિત થયા છે. જેને લઈને આખી કચેરીને સેનેટાઇઝ કરી બે દિવસ માટે એટલે કે ૨૯ અને ૩૦ જુલાઇ'૨૦ સુધી કચેરીને બંધ રાખવામાં આવી છે. જોકે કચેરી બંધ રહેતા ઓફિસ આગળ નાનું સ્ટીકર લગાવવામાં આવ્યું છે. જેના પર કોઈનું ધ્યાન જતું નથી. જેથી પોસ્ટ ઓફિસની કામ અર્થે આવતા લોકોને ધક્કા પડતા ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

બનાસકાંઠામાં ડીસાના છ સહિત વધુ બાર પોઝિટિવ કેસ
ડીસાના પોઝિટિવ કેસોની સંખ્યામાં વધુ ૧૨નો વધારો થયો છે. જેમાં ડીસા-૬, વડગામ-૪, પાલનપુર-૧ અને કાંકરેજમાં એક કેસ નોંધાયો છે. આમ કુલ મળીને અત્યાર સુધીમાં જિલ્લામાં ૭૯૧ જેટલા કેસ નોંધાયા હોવાનું જાણવા મળ્યું છે.જો કે રાજ્ય સરકારે કોરોના અંગેના ટેસ્ટની કામગીરીમાં ગતિ લાવવા માટે
પણ જણાવ્યું છે. જેને લઈને આવનારા દિવસોમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યામાં પણ વધારો થવાની સંભાવના છે.

Download Our B K News Today App



Related News