ગાંધીનગરમાં સેકટર-૨૩ માં આવેલી સસ્તા અનાજની દુકાનો પર સડેલ અને કચરાવાળા અનાજનું વિતરણ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-06-21 12:00:26
  • Views : 500
  • Modified Date : 2020-06-21 12:00:26

ગુજરાત સરકાર દ્વારા લોકડાઉનમાં લોકોને રાહત મળી તે માટે વિનામૂલ્યે અનાજનું વિતરણ કરવામાં આવ્યું હતું. જ્યારે બીજી બાજુ ગાંધીનગરમાં સેકટર-૨૩ માં આવેલી સસ્તા અનાજની દુકાનો પર સડેલા કચરાવાળા અનાજનું વિતરણ કરવામાં આવી રહ્યુ છે. લગભગ રાજ્યભરમાં ૧૭ હજાર જેટલી સસ્તા અનાજની દુકાનો પરથી વ્યક્તિ દીઠ ૩.૫ કિ.ગ્રા. ઘઉં, ૧.૫ કિ.ગ્રા. ચોખા અને
કાર્ડદીઠ ૧ કિ.ગ્રા. ચણાનું વિતરણ કરવામાં આવી રહ્યુ છે.
સરકાર દ્વારા છેલ્લા ૩ મહિનાથી ૬૮ લાખથી વધુ એનએફએસએ રેશનકાર્ડ ધારકોને વિનામુલ્યે અનાજનું વિતરણ કરવામાં આવી રહ્યુ છે. તો બીજી બાજુ લોકોને સડેલું અને કચરવાળું અનાજ મળતા ભારે નારાજગી જોવા મળી હતી. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ રાજ્યના ૩.૪૦ કરોડ લોકોને જૂન માસમાં પણ વિનામૂલ્યે અનાજનું વિતરણ કરાશે. ત્યારે આ અનાજમાં પણ આવી રીતે જ બગડેલું ન મળે તે માટે લોકોએ અપીલ કરી હતી. સડેલું અનાજ જો આવી ગયું હોય તો દુકાનદારો પાછું મોકલે, જેથી લોકોને સારૂ અનાજ મળી રહે તેવું લોકોએ જણાવ્યું હતું. આમ લોકડાઉન થયું ત્યારથી લઈ અનલોક-૧ માં પણ સરકાર વિનામુલ્યે અન્નનું વિતરણ કરી લોકોને આંશિક રાહત આપી હતી. જે એક સારી બાબત છે
પણ અનાજ બગડેલું કે કચરાવાળુ ન મળે તેવી લોકોએ અપીલ પણ કરી હતી.

Download Our B K News Today App



Related News