ચુડમેર પાટિયા નજીક સ્વીફ્‌ટ ગાડી ચાલકે કાબુ ગુમાવ્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-12 12:51:01
  • Views : 898
  • Modified Date : 2019-11-12 12:51:01

યાત્રાધામ ઢીમાથી થરાદ સ્ટેટ હાઈવે પર ચુડમેર પાટિયા નજીક સોમવારે બપોરે એક વાગ્યાની આસપાસ યાત્રાધામ ઢીમા તરફથી આવતી  સ્વીફ્‌ટ ગાડી નં. જીજે ૦૨ ડીએ ૩૭૧૫ના ચાલકે અચાનક સ્ટેયરિંગ પરથી કાબુ ગુમાવતાં ગાડી રોડની કેનાલ અને વરસાદી પાણીના નિકાલ માટે બનાવેલ નાળાની સાઈડમાં પડી હતી. તો વળી અચાનક ચાલક પોતે બહાર નીકળી ગયો હતો અને સદનસીબે કોઈ જાનહાની થવા પામી નહોતી.
સરહદી યાત્રાધામ ઢીમા ધામ ખાતે કાર્તિકેય પૂનમનો લોકમેળો ચાલી રહેલ હોવાથી શ્રદ્ધાળુઓની ભારે ભીડ રહે છે. આ મેળામાં ખાસ કરીને મહિલાઓ પોતાના સ્વર્ગવાસી સ્વજનોની દીપમાળાઓ ભરવા આવતી હોવાથી ભારે અવરજવર રહેતી હોય છે. ત્યારે રોડ પર થયેલ અકસ્માતને કારણે રોડ પર  ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. અકસ્માત સર્જાયા બાદ તરત જ ક્રેઇન વડે કારને બહાર કાઢવામાં આવી હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે કુદરતી રીતે ચાલકનો બચાવ થયો હતો. પરંતુ ગાડીનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.

Download Our B K News Today App



Related News