ધાનેરામાં કબડ્ડી સ્પર્ધા યોજાઇ જેમાં પાટણ ટીમ બની વિજેતા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-14 13:15:48
  • Views : 433
  • Modified Date : 2019-11-14 13:15:48

ધાનેરા ખાતે યુવા ટીમ દ્વારા કબડ્ડી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં વિવિધ જગ્યાએથી ૨૦ ટીમોએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો અને જેમાં પાટણની ટીમ વિજેતા બની હતી.લોકો આજે ક્રિકેટના દિવાના બનેલા જોવા મળી રહ્યા છે. પરંતુ જે જુની રમતો હતી તે ભુલાતી જાય છે ત્યારે ધાનેરામાં યુવા મિત્રો દ્વારા ભેગા મળીને કબડ્ડી સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ અને જે કોલેજ કેમ્પસ ખાતે નાઇટ કબડ્ડી ટુનામેન્ટ રાખવામાં આવતા આ ટુનામેન્ટમાં ૨૦ ટીમોએ નોંધણી કરાવેલ અને સ્પર્ધાની શરુઆત ધાનેરાના ધારાસભ્ય નથાભાઇ પટેલ, થાવર ડેલીગેટ સુરેશભાઇ પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ હરજીભાઇ પટેલ, ડા. પિયુષભાઇ ચોધરી, હિંમતભાઇ પટેલ તેમજ અન્ય અગ્રણીઓએ હાજર રહીને ટોસ ઉછાળીને ટુનામેન્ટનો પારંભ કરાવ્યો હતો. આ મેચો ભારે રસાકસી ભરી જામી હતી અને ફાઇનલમાં શિવાજી ધાનેરા ટીમ તેમજ પાટણની ટીમ આવી હતી. જેમાં પાટણની ટીમનો વિજય થતાં તેમને ટ્રોફી આપવામાં આવી હતી. આ પ્રસંગે ધારાસભ્ય નથાભાઇ પટેલે જણાવેલ કે આજના યુવાનો જુની રમતો ભુલી ગયા છે અને હાલ તેમને એક માત્ર ક્રિકેટ તરફ વળ્યા છે. પરંતુ જે આ યુવા ટીમે મહેનત કરીને જુની સ્પર્ધા કબડ્ડીને અહી ઉજાગર કરી છે જેથી મને ખુબજ ખુશી થવા પામી છે. જેથી આયોજક યુવાનોને ધન્યવાદ પાઠવ્યા હતા અને  આવનાર તમામ ટીમો તેમજ દર્શકોને ચા-નાસ્તાની વ્યવસ્થા પણ તેમના તરફથી કરાવી હતી.



Download Our B K News Today App



Related News