થરાદ ડોડગામ ખાતે નાઈટ કબડ્ડી ટુનામેન્ટ યોજાઈ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-11-07 11:50:27
  • Views : 468
  • Modified Date : 2020-11-07 11:50:27

થરાદ ડોડગામ ખાતે નાઈટ ટુનામેન્ટનું જયંતિભાઈ અને હિતેશભાઈ દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં મુખ્ય મહેનત નાગજીભાઈ રાજપૂત વિનોદભાઈ પટેલના હસ્તે દિપ પ્રાગટય કરી તેમજ રિબીન ખેચી કાર્યક્રમ ખુલ્લો મુકવામાં આવ્યો હતો.  પ્રથમ બે ટીમોની સ્પર્ધા ૭-૭ મિનિટ રાખવામાં આવી હતી. જેનો ટોસ ઉછાળી રમતની શરૂઆત કરી હતી. કુલ ૧૫ ટીમો એ ભાગ લીધો હતો. જેમાં ધાનેરા (ચારડા) ઓપન ફાયનલમાં  વિજેતા થઈ હતી. તેમજ અંન્ડર નાઈન્ટીનમાં થરાદ કિગફીસર વિજેતા થઈ હતી. બન્ને ટીમોને રોકડ ઈનામ અને ટ્રોફી
યસપાલસિહ વાઘેલાના હાથે આપી સન્માનીત કરવામાં આવી હતી.

Download Our B K News Today App



Related News