થરા ખાતે કે.જી.મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલનો શુભારંભ કરાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-30 12:27:16
  • Views : 508
  • Modified Date : 2019-04-30 12:27:16

કાંકરેજ તાલુકાના વહેપારી મથક થરામાં  છેલ્લાં ૨૧ વર્ષથી સતત થરા તેમજ આસપાસના વિસ્તારમાં તબીબી સેવા આપ્યા બાદ હવેથી થરા તેમજ સમગ્ર વિસ્તારના લોકોની વધુ સેવાર્થે આધુનિક સાધનોથી સજજ.ડો.રાજેશ.કે.બ્રહ્મભટ્ટ સંચાલિત કાન્તીલાલ ગંભીરજી મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલનો પ.પુ.ધ.ધુ.દેવદરબાર જાગીરમઠ ૧૦૦૮ મહંતશ્રી બળદેવનાથ બાપુ, પ.પૂ.ધ.ધૂ.૧૦૦૮ જગદીશપુરીબાપુ થળી મઠ,પ.પુ.સોનગઢા ગોગા મહારાજ ઉણ ભુવાજી રમેશભાઇ જોષીના આશિર્વચન અને સાનિધ્યમાં તેમજ ગુજરાત રાજય સરકારના પુર્વ મંત્રી બનાસડેરીના ચેરમેનશંકરભાઇ ચૌધરીના વરદ હસ્તે રીબીન કાપી હોસ્પિટલ ખુલ્લી મુકવામાં આવી હતી.કાંકરેજ તાલુકામાં દવાખાનાને લગતી સુવિધાઓના અભાવે જનતાને પાટણ, મહેસાણા, અમદાવાદ જેવા મોટા શહેરોમાં જવું પડતુ હતું. હવે તે આતુરતાનો કાંકરેજ તાલુકાને અંત આવ્યો છે. આ મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલમાં દરેક પ્રકારની સગવડ જેવી કે  સુવાવડ, સિઝેરીયન ઓપરેશન, આધુનિક સાધનોથી સજ્જ ઓપરેશન થિયેટર તથા સુવાવડ રુમ (લેબર), ગર્ભાશયના તમામ જાતના ઓપરેશન, ઓર્થોપેડીકને લગતી પ્રાથમિક સારવાર, આંખો, ચામડી, કાન-નાક ગળાના, ડીઝીટલ એક્સ રે, સોનોગ્રાફી, ઇ.સી.જી, લેબોરેટરી તથા તમામ જાતના રોગના નિષ્ણાંત ડોકટરો દ્વારા સુવિધાઓ પુરી પાડવામાં આવશે.ખાસ કરીને સરકારની આરોગ્યલક્ષી યોજનાઓ આયુષ્યમાન ભારત, બાળસખા, ચિરંજીવી જેવી યોજનાઓનો પણ ટુંક સમયમાં ચાલુ થનાર છે. આ પ્રસંગે કાંકરેજ ધારાસભ્ય કિર્તિસિહ પી.વાધેલા, થરા એ.પી.એમ.સી.ચેરમેન અણદાભાઇ આર.પટેલ, હરગોવનભાઇ શિરવાડીયા, સુખદેવસિંહ ટી.સોઢા, ડો.દેવજીભાઇ પટેલ, પૃથ્વીરાજસિંહ વાધેલા, અનુભા વાધેલા, ભુપતજી ઠાકોર, ચંદુજી ઠાકોર, હેમુભાઇ જોષી, બલાજી રાઠોડ, અચરતલાલ એ. ઠકકર, પટેલ સમાજના દેસાઈ વિરભણભાઇ પટેલ, ઉમેશભાઈ વિ.પ્રજાપતિ, કિશોરભાઈ પ્રજાપતિ,  ઇશ્વરલાલ પટેલ, હરદાસભાઇ પટેલ ચાંગા, એડવોકેટ આર.કે.મનસુરી, રાયમલભાઈ પટેલ વગેરે રાજકીય, સામાજીક આગેવાનો, સમસ્ત બ્રહ્મભટ પરિવાર ભાઇઓ, બહેનો વગેરે વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારી સફળ બનાવ્યો હતો.


Download Our B K News Today App



Related News