ડીસાની મારુતિ પાર્ક સોસાયટીમાં પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ભારતના 12 મહાદેવના જ્યોતિર્લિંગ ની પૂજા કરાઈ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-09-07 11:46:29
  • Views : 241
  • Modified Date : 2021-09-07 11:46:29

     ડીસાની મારુતિ પાર્ક સોસાયટીમાં પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ભારતના 12 મહાદેવના જ્યોતિર્લિંગ ની પૂજા કરાઈ હતી. પવિત્ર શ્રાવણમાસે હિંદુ ધર્મનો સૌથી પવિત્ર માસ માનવામાં આવે છે શ્રાવણ માસના એક મહિના સુધી હિન્દુ ધર્મના લોકો ભગવાન ભોળાનાથની ભક્તિમાં લીન થઈ વિવિધ ભોળાનાથ ના મંદિરોમાં ભક્તિ શક્તિ અને આસ્થા સાથે પૂજા અર્ચના કરે છે. આજે પવિત્ર શ્રાવણમાસનો છેલ્લો સોમવાર હોવાથી ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં આવેલા પૌરાણિક મંદિરોમાં ભોળાનાથના ભક્તો દ્વારા ભક્તિભાવ થી ભોળેનાથની પૂજા અર્ચના કરવામાં આવી હતી. જે અંતર્ગત ડીસાના મારુતિ પાર્ક વિસ્તારમાં રહેતા રીંકુબેન જલાભાઈ ઠક્કર દ્વારા છેલ્લા ૧૭ વર્ષથી ભગવાન ભોળાનાથના પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે અલગ-અલગ પ્રકારના શિવલિંગ બનાવી પૂજા અર્ચના કરવામાં આવે છે જે અંતર્ગત આજે શ્રાવણ માસના છેલ્લા સોમવારે રીંકુબેન ઠક્કર દ્વારા ભારતભરમાં આવેલા સૌથી મોટા 12 ભગવાન ભોળાનાથના જ્યોતિર્લિંગ બનાવવામાં આવ્યા હતા જ્યોતિર્લીંગની મારુતિ પાર્ક વિસ્તારના લોકો દ્વારા પૂજા અર્ચના કરવામાં આવી હતી આજે શ્રાવણ માસના છેલ્લા સોમવારે મારુતિ પાર્ક વિસ્તારના લોકો ભગવાન ભોળાનાથની ભક્તિમાં લીન થઈ મહાઆરતીમાં પણ જોડાયા હતા.

 

Download Our B K News Today App



Related News