કાયદા માટે ખોફ રાખતી પોલીસે કોરોનાને નાથવા માનવીય અભિગમની જ્યોત પ્રગટાવી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-04-02 11:19:11
  • Views : 412
  • Modified Date : 2020-04-02 11:19:11

સમગ્ર દેશમાં કોરોના વાયરસે માજા મુકી છે ત્યારે દેશના પ્રધાનમંત્રી દ્વારા ૨૧ દિવસનું લોકડાઉન જાહેર કરતા લોકોની મુશ્કેલીઓ વધી ગઈ છે. ત્યારે દરેક મુશ્કેલીને પહોંચી વળવા માટે આરોગ્ય તંત્ર સહિતના સરકારી તંત્રો કામે લાગી ગયા છે. ત્યારે પોલીસના અધિકારી-કર્મચારીઓની પણ કામગીરી અમુક કિસ્સાઓને બાદ કરતા  સરાહનીય કહી શકાય તેવી દેખાઈ રહી છે.
સામાન્ય રીતે પોલીસનું નામ સાંભળતા જ, તથા ઘર આંગણે પોલીસને જોતા જ સામાન્ય માનવીના પગ નીચેથી જમીન સરકી જાય છે. પોલીસ દ્વારા કરવામાં આવતી કઠોર કામગીરીને કારણે સમાજમાં પોલીસની છાપ સારી ના હોવાના લોકોના દાવાને આ કપરા સમયમાં પોલીસ તંત્રએ સાવ ખોટી સાબીત કરી દીધી છે. સમગ્ર દેશની સાથે રાજ્યમાં પોલીસના  નવા નવા રૂપો સામે આવ્યા છે. એટલે એવુ કહી શકાય કે, કાયદા માટે ખૌફ રાખતી પોલીસે કોરોનાને નાથવા માનવીય અભિગમની જ્યોત પ્રગટાવી. રાજ્યના ડીજીપી દ્વારા આપવામાં આવેલ દરેક સુચનાનું પોલીસ દ્વારા યોગ્ય પાલન કરવામાં આવી રહ્યુ છે.
કોરોનાની લડાઈની સામે જાનના જોખમે ફરજ સાથે માનવતા મહેકાવતા લોકડાઉનના હીરો એટલે પોલીસ અધિકારીઓ-કર્મચારીઓ. રાજ્યમાં આરોગ્ય સેવાઓ ઉપરાંત પોલીસની કામગીરી પણ સહરાનીય બની ગઈ છે. લોકો દ્વારા પોલીસ તંત્રને સલામ અને તાળીઓ પાડીને વધાવી રહી છે.
પોલીસે આ લોકડાઉનના કપરા સમયમાં પોતાના પર થતા આક્ષેપોને હાલની સ્થિતિએ મહદ અંશે ખોટા પાડી દીધા છે. અમુક પોલીસ અધિકારીને ત્યાં દિકરાનો જન્મ થયો છે તો આવા ખુશીના સમયે પણ પોલીસ અધિકારી  દિકરાની સાથે રહેવાની જગ્યાએ પોતાની ફરજ બજાવી રહ્યા છે.

Download Our B K News Today App



Related News